મુંબઇ, તા. 30 : અહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બોગસ આધારકાર્ડ બનાવવાનો અચરજ પમાડતો
કિસ્સો સામે આવ્યો હતો. આ મામલામાં શરદ પવારના ધારાસભ્ય ભત્રીજા રોહિત પવાર સામે એફઆઇઆર
નોંધાઇ હતી. એનસીપી નેતા રોહિત પવારે દાવો કર્યો હતો કે, તેમણે બોગસ આધારકાર્ડ બનાવવાની
અનિયમિતતાનો પર્દાફાશ કરવા આવું કર્યું હતું. બોગસ વેબસાઇટ અને દસ્તાવેજોના આધારે ટ્રમ્પનું
આધારકાર્ડ બનાવડાવ્યા બાદ 16મી ઓક્ટોબરના પવારે એક પત્રકાર પરિષદનાં માધ્યમથી તેનો ખુલાસો પણ કર્યો હતો.
ભાજપે મુંબઇમાં દક્ષિણ સાગબર પોલીસ સ્ટેશનમાં રોહિત પવાર, વેબસાઇટ ડેવલોપર અને અન્ય લોકો
સામે ફરિયાદ નોંધાવી હતી. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                    