ભુજ, તા. 30 : તાલુકાના દહીંસરા ગામે આજે 35 વર્ષીય યુવાન વિશાલ ઉર્ફે ઓસમાણ ફકીરાએ ગળેફાંસો
ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે જાહેર થયેલી
વિગતો મુજબ દહીંસરાના ખોડિયાર મંદિરની બાજુમાં રહેતો યુવાન વિશાલ ઉર્ફે ઓસમાણ ફકીરાએ
આજે સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે આડી સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી
લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તજવીજ આદરી છે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    