પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામથી લઈને ભારતના માલસામાન
ઉપર ભારે જકાત વધાર્યા પછી રશિયાથી તેલની ખરીદી ઘટાડવા કે બંધ કરવા માટે જે દબાણ કર્યું
છે, તે અંગે ભારતે ભલે કોઈ સખત શબ્દોમાં પ્રત્યાઘાત
આપ્યા નથી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી તો વ્યક્ત કરી
છે. મલેશિયામાં `આસિયાન' પરિષદમાં ટ્રમ્પને મળવાનો મોકો હતો અને મોદી-ટ્રમ્પ
મુલાકાત થશે એવા અહેવાલો હતા, પણ વડાપ્રધાન મોદીએ હાજર નહીં રહેવાનો
નિર્ણય લીધો અને વિદેશપ્રધાન એસ. જયશંકરને પરિષદમાં ભાગ લેવા મોકલ્યા છે. આમ ભારતે
`નારાજગી વ્યક્ત' કરી છે, તેની નોંધ અમેરિકાએ
પણ લીધી છે. `મોદી મારા
અચ્છા મિત્ર' છે એમ વારંવાર કહે છે,
પણ તેનાથી પીગળી જાય એવા મોદી નથી. વ્યાપાર વાટાઘાટ ચાલી રહી છે,
તેનાં કેવાં પરિણામ આવે છે તે જોવાનું છે. ઉપરાંત શરીફ અને ફિલ્ડ માર્શલ
મુનીરે ટ્રમ્પને ઘણા રિઝવ્યા છે, તેથી મુનીર કહે છે `પકડ મુઝે જોશ આ રહા હૈ'! ભારતને અણુબોમ્બની ધમકી આપી રહ્યા છે,
પણ આપણે જાણીએ છીએ કે, પાકિસ્તાની અણુમથકોની ચાવી
અમેરિકાના હાથમાં છે અને મુનીરના હાથ અને હોઠ `ખાલી'
છે! ભારતની લાગણી પંપાળવા માટે અમેરિકાના વિદેશપ્રધાન રુબિયોએ હવે વોશિંગ્ટનમાં
પ્રેસ પ્રતિનિધિઓને કહ્યું છે કે, પાકિસ્તાન સાથેના સંબંધ - ભારતની
દોસ્તી કે હિતના ભોગે નથી. ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક સંબંધ છે અને ભારતની વિદેશનીતિ
ઘણી પરિપક્વ છે : `િડપ્લોમસી
સચોટ - નિપૂણ' છે. વિદેશપ્રધાનનું આ વિધાન
સૂચક છે. ભારતને મનાવવા, માન જાળવવા ઉપરાંત પાકિસ્તાનને ચેતવણી
સમાન છે કે, ભારતને વારંવાર ઉશ્કેરવાના પ્રયાસ કરો નહીં - એમ
સ્પષ્ટ કહ્યું છે. ભારતના મિત્ર દેશો ઘણા છે જે ભારતની વિદેશનીતિની સફળતા અને પરિપક્વતા
બતાવે છે. અમેરિકા પણ ઘણા દેશો સાથે મૈત્રીસંબંધ રાખે છે - એ ભારતે સમજવું જોઈએ - રુબિયોએ
એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધ વધારવાની
તક અમેરિકાને મળી છે પણ ભારતના ભોગે નથી. અમેરિકાના વિદેશપ્રધાનના હકારાત્મક નિવેદન
અગાઉ અમેરિકન, સીઆઈએ - ગુપ્તચર એજન્સીના પૂર્વ વડાએ પણ સ્પષ્ટ
ભાષામાં કહ્યું છે કે, પાકિસ્તાને સમજવું પડશે કે ભારત સાથે લડાઈ
કરીને તેને - (પાકિસ્તાનને) કાંઈ મળવાનું નથી. કારણ કે, ભારતના
હાથે પાકિસ્તાનનો પરાજય નિશ્ચિત છે, તેથી ભારતને વારંવાર છંછેડવાથી
કોઈ લાભ નથી. આ ઓફિસરે ભારતની ન્યૂઝ એજન્સીને એમ પણ કહ્યું છે કે, અમે તો જનરલ મુશર્રફને ખરીદી લીધો હતો, પણ પાકિસ્તાનની
બેવડી રમત હતી. અમેરિકાની આતંકવાદવિરોધી લડતને સમર્થન આપે અને ભારત ઉપર આતંકી હુમલા
કરે, લશ્કર-એ-તોયબા અને અલ કાયદા પાકિસ્તાની સરકાર સાથે જોડાયેલા
છે, તેના પુરાવા પણ અમને મળ્યા હતા, પણ
આ વાતને અમે જાહેરમાં ચગાવી નહોતી તેથી વ્હાઇટ હાઉસે નિર્ણય લીધો છે ભારત અને પાકિસ્તાન
કરતાં આપણા સંબંધ (હિત?) વધુ મહત્ત્વના છે. અમને પાકિસ્તાનની
વધુ જરૂર હતી અને અમે પૈસા એમના ઉપર ફેંક્યા. અમને તો બલૂચિસ્તાનમાં અમારા ડ્રોન માટે
મથકની જરૂર હતી... ડિપ્લોમસીમાં પ્રમુખ હાથ લંબાવે તેની ભૂમિકા આવી રીતે બંધાય-રચાય
છે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                     
                                    