• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છમાં નર્મદાનાં કામો માટે પાંચ વર્ષમાં દસ હજાર કરોડની ફાળવણી

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 12 : લોકસભા ચૂંટણીના વાગતા પડઘમ વચ્ચે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ અત્યાર સુધીના સૌથી મોટા કદનું બજેટ પ્રસ્તુત કર્યું છે. વર્ષનાં બજેટમાં કચ્છના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ, તો નર્મદાનાં વધારાનાં પાણી માટે 2700 કરોડની જોગવાઈ અને ગાંધીધામને મહાનગરપાલિકા, કચ્છને કૃષિ યુનિવર્સિટી સહિતની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જો કે, છેલ્લાં પાંચ વર્ષનાં બજેટના તુલનાત્મક અભ્યાસના આધારે એક મહત્ત્વનું તારણ નીકળીને સામે આવ્યું છે કે, રાજ્ય સરકારનાં અંદાજપત્રમાં દરેક વખતે નર્મદાનો મુદો્ કેન્દ્રસ્થાને રહેતો આવ્યો છે. સત્તાવાર રીતે મળેલી આંકડાકીય વિગતો પર એક નજર કરીએ, તો નર્મદાનાં વધારાનાં પાણીની યોજના હોય કે પછી નર્મદા નહેરનાં બાકી કામો સંપન્ન કરવાનાં હોય કે કચ્છ-સૌરાષ્ટ્ર શાખા નહેરમાં પમ્પિંગ સ્ટેશન વિસ્તરણનાં કામો હોય. તમામને માટે છેલ્લાં પાંચ  વર્ષના ગાળામાં દસ હજાર કરોડનું માતબર ભંડોળ ફાળવવાની જાહેરાત કરાઈ છે. જાણકારોનું માનીએ, તો બજેટમાં ફાળવણીની દૃષ્ટિએ જોવા જઈએ, તો નર્મદા  યોજનાનું ફૂલગુલાબી ચિત્ર ઊભરીને આવે તે સહજ સ્વભાવિક છે, પણ વાસ્તવિક રીતે જોવા જઈએ, તો નર્મદા યોજનાને લઈ ચિત્ર અલગ જોવા મળી રહ્યું છે. કચ્છ શાખા નહેરનાં કામો હજુ પૂર્ણ થયાં નથી. મા રેવાનાં નીર મોડકુબા સુધી ચોક્કસથી પહોંચી ચૂક્યાં છે, પણ સિંચાઈની બાબતમાં વાગડને બાદ કરતાં કચ્છના બીજા વિસ્તારો ખાસ લાભાન્વીત થયા નથી. રાજ્ય સરકારે ચાલુ વર્ષનાં બજેટમાં કરેલી 2700 કરોડની જોગવાઈ અત્યાર સુધીની સર્વાધિક છે. જોગવાઈ ક્રમશ: વધતી રહી હોય તેમ 2018માં સૌથી ઓછી 1.0 કરોડ બાદ 2020માં 100 કરોડ, 2022માં 272 અને 2023માં 1970 કરોડની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હતી. રીતે નર્મદા નહેરનાં બાકી કામો માટે વર્ષે ખાસ જોગવાઈ નથી કરાઈ, પણ 2023માં 1082, 2020માં 1084, 2019માં 892 અને 2018માં 49 કરોડ ફાળવાયા છે, તો કચ્છની સાથે સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ જાળવણી માટેય બજેટમાં 1440 કરોડની નોંધનીય જોગવાઈ કરાઈ છે. જાણકારો એવું કહી રહ્યા છે કે, અંદાજપત્રમાં નર્મદા યોજનાને સદ્ધર કરતી જોગવાઈ કરવામાં આવી હોવા છતાં વધારાના પાણીમાંથી ડેમ-તળાવ ભરવાના હોય કે સિંચાઈનાં પાણી છેવાડા સુધી પહોંચાડવામાં જોઈએ, તેવો સંતોષનો ભાવ દેખાતો નથી. - નર્મદા પછી પ્રવાસન કેન્દ્રસ્થાને : રાજ્ય સરકારનાં અંદાજપત્રમાં કચ્છમાં કરાતી જાહેરાતમાં નર્મદા પછી પ્રવાસન કેન્દ્રસ્થાને રહ્યું છે. વખતનાં બજેટમાં કોરીક્રીકમાં સમૂદ્રી સીમા દર્શન, પિંગલેશ્વર બીચ અને આશાર બીચના વિકાસ માટે ફંડ ફાળવાયું છે. રીતે અગાઉનાં બજેટમાં ધોરડો, ધોળાવીરા, માતાના મઢ, નારાયણસરોવર, માંડવીમાં આવેલાં ક્રાંતિતીર્થના વિકાસ માટે નાણાંકીય જોગવાઈ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang