• શુક્રવાર, 29 માર્ચ, 2024

કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખપદે દેવજીભાઇ વરચંદ

અંજાર, તા. 25 (પ્રતિનિધિ દ્વારા) : ઘણા સમયની અટકળો અને અનેક નામોની ચર્ચા વચ્ચે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખપદે રતનાલના રહેવાસી દેવજીભાઇ એચ. વરચંદની નિમણૂંક કરાઇ છે. જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખપદે વરણી થયેલા દેવજીભાઇ બી.ઇ. સિવિલ ઇન્જિનીયરની ડિગ્રી ધરાવે છે. વર્ષોથી ચૂસ્ત રીતે આરએસએસ અને સંઘના કાર્યકર તેમજ હોદ્દેદાર તરીકે સક્રિય કામગીરી કરી રહ્યા છે. શિસ્તના આગ્રહી દેવજીભાઇ અગાઉ જિલ્લા ભાજપના ઉપપ્રમુખપદે, પ્રદેશ કારોબારીમાં સદસ્ય તરીકે, ગાંધીધામ શહેર ભાજપના પ્રભારી તરીકે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં અબડાસા બેઠકના ઇન્ચાર્જ તરીકે સતત ત્રણ મહિના સુધી સમગ્ર વિસ્તારની જવાબદારી સંભાળી આ બેઠક પર પક્ષને વિજયી બનાવવા મહત્ત્વની કામગીરી કરી હતી તેમજ વિધાનસભા ભાજપને મળેલી છ બેઠકો પર મહત્ત્વની કામગીરી કરી હતી. પોતાની  જિલ્લા ભાજપના પ્રમુખપદે વરણી થતાં અંજારમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ મેળવી શહેરના રામસખી મંદિર, સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. શુભેચ્છા અને અભિનંદન સ્વીકારી પક્ષના તમામ કાર્યકરોને લોકો વચ્ચે જઇ લોકોના કાર્યો કરવા અને સરકારી યોજનાઓની સમજણ આપી મદદરૂપ થવા કાર્યો કરવાની સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં  પક્ષના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા કામગીરી કરવાની શીખ આપી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઇ આહીર (શેઠ), કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઇ માતા,  જિલ્લા ભાજપના મંત્રી અને પૂર્વ નગરપતિ વસંતભાઇ કોડરાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઇ શાહ, નિલેશભાઇ ગોસ્વામી, અમરીષભાઇ કંદોઇ, અશ્વિનભાઇ ડાડા વિગેરેએ તેમની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. દરમ્યાન, અમારા રતનાલના પ્રતિનિધિ રસીક આહીરે જણાવ્યું હતું કે, રતનાલ ગામના સપૂત દેવજીભાઇ હીરાભાઇ વરચંદ (પટેલ)ની કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી થતાં વતનમાં ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, સરપંચ ત્રિકમભાઇ વરચંદ, મ્યાજરભાઇ છાંગા, રણછોડ માતા, રાણા પટેલ, મકનજી છાંગા, સામજી પટેલ, રૂપા વકીલ, રૂપા વેપારી, કાના પટેલ, આલા પટેલ, ધુલા પાલા રબારી, રૂપા શેઠ, મકા પટેલ, રૂપા આર.આર., વાલા ભીમાણી, ભગુ ધનાણી, ભગુ વાઘાણી, કાનજી ભચુ, અશોકભાઇ બરાડિયા, જે.ટી. છાંગા, આણદાભાઇ માતા, રાજેશ પટેલ, મકનજી પટેલ સહિત આહીરપટ્ટીના સામાજિક, રાજકીય આગેવાનોએ સન્માન કર્યું હતું. સંચાલન રણછોડ આર.ડી., ભરત છાંગા, મકનજી છાંગાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang