• શનિવાર, 27 જુલાઈ, 2024

100 સૌથી શક્તિશાળી મહિલામાં ચાર ભારતીય

નવી દિલ્હી, 6 : ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાની યાદીમાં ભારતીય મૂળની ચાર મહિલાએ પણ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 32મા સ્થાને છે. યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલામાં એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા (60મો રેન્ક), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ (70મો રેન્ક) અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો (76મો રેન્ક)નો સમાવેશ થાય છે. આ યાદીમાં નિર્મલા સીતારમને સતત પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. ગયાં વર્ષે તેઓ આ યાદીમાં 36મા ક્રમે હતા. એટલે કે આ વખતે તેઓ ચોથા સ્થાન ઉપર છે, જ્યારે 2021માં તેમને 37મું સ્થાન મળ્યું હતું. યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની વાર્ષિક યાદીમાં ટોચ પર છે. તેમના પછી યુરોપિયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજાં સ્થાને અને અમેરિકાના ઉપપ્રમુખ કમલ હેરિસ ત્રીજાં સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang