• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સોનું 14 મહિનાની નીચી સપાટીએ, ચાંદીમાંયે ગાબડું

ભુજ, તા. 18 : ફેડ અધિકારીઓ દ્વારા વ્યાજદર વધારવાના કડક વલણે સોનું 14 મહિનાના નીચલા સ્તરે આવી 38 પ્રતિ ઔંસ  ડોલરથીયે નીચે આવી ગયું હતું, તો ચાંદીયે 45.70 સેન્ટ થઈ જતાં તેમાંયે ગાબડું પડયું હતું, સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનામાં 3300 અને ચાંદીમાં કિલોએ સાત હજાર ઘટયા હતા. અમેરિકન સેન્ટ્રલ બેંકના અધિકારીઓએ મોંઘવારીને રોકવા આવનારા સમયમાં વ્યાજદરમાં હજુ વધારો કરવા સંકેત આપ્યો હતો જેના થકી સોનાના ભાવ પર દબાણ  રહી શકે, તો રોકાણકારો સોના-ચાંદીમાં નફો બુક કરી રહ્યા હોવાથી બુલિયન બજારમાં બંને કિંમતી ધાતું સતત નીચલા સતરે જઈ રહી છે. બીજીતરફ 10 વર્ષના અમેરિકી ટ્રેઝરી યીલ્ડ પણ 5.09 ટકા પહોંચતા સોનામાં આકર્ષણ ઘટી રહ્યું છે. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 3300નો કડાકો બોલી 1,36,000 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 7000 ઘટી 1,67,000ના ભાવ રહ્યા હતા. બીજી તરફ વિદેશ બજારમાં સોનાનો ભાવ ધનતેરસે 4127 ડોલર હતો તે ઘટીને 3742 ડોલર અને ચાંદીનો ભાવ 52.71 ડોલર હતો તે ઘટીને 45.13 ડોલર આવી ગયો છે. વૈશ્વિક સ્તરે વર્ષ કરતા પણ વધારે સમયનો નીચો ભાવ થયો છે. 2026ના આરંભમાં અસાધારણ તેજી હતી પણ હવે તીવ્ર કડાકા બોલી ગયા છે. અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધને લીધે ફુગાવો ખૂબ વધ્યો છે. ફુગાવાને નાથવા માટે અમેરિકા વ્યાજદરમાં સતત વધારો કરતી જાય છે અને હજુ મોટાં દર વધારા બાકી હોવાના ફફડાટથી સોનાચાંદીમાં ભારેખમ વેચવાલી છે. સોના-ચાંદી અને અમેરિકી ડોલરને સામસામા બનતું નથી. અર્થાત ડોલર વધે તો સોનું તૂટતું જ હોય છે. અત્યારે ડોલરમાં ફાટફાટ તેજી છે, જેણે કિંમતી ધાતુઓને તળિયે લાવી દીધી છે. 2026ની શરૂઆતમાં સોના અને ચાંદીમાં અસાધારણ તેજી થઇ હતી પરંતુ હવે તેમાં નફા બાકિંગ, યુએસ ડોલરની તેજી અને અમેરિકાના બોન્ડ માર્કેટમાં આસમાની તેજી થતા સોનાને ફટકા પડી રહ્યા છે. યુએસ-ઈરાન સંઘર્ષે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો, જેના કારણે ફુગાવાની ચિંતાઓ વધી અને ફેડરલ રિઝર્વ નાણાકીય નીતિ વ્યાજદર ઘટાડા તરફની હતી તે પલ્ટાઇને વ્યાજદર વધારાની થઇ ગઇ છે. અમેરિકામાં બોન્ડમાં પણ 5.15 ટકાના અર્થાત સોના કરતા વધારે વળતર થઇ જતા સોનું ખરીદવાનું હવે મોટાં ફંડોને પોસાય તેમ નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd