નવી દિલ્હી, તા. 17 : ત્રણ
દિવસની ફિલિપાઈન્સ યાત્રાએ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મનીલામાં 100 વર્ષ
જૂના ખાલસા દીવાન ગુરુદ્વારામાં પુનર્વિકાસ કામોનાં ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો હતો.
પીએમ મોદીએ ઐતિહાસિક ગુરુદ્વારામાં કારસેવા કરી હતી. આ ગુરુદ્વારાનું 1929માં
ભારતથી મનીલા આવેલા પંજાબી સમુદાયના લોકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે
તેનું પુન:નિર્માણ થઈ રહ્યું છે. ગુરુદ્વારામાંથી પીએમે તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ અરદાસ કરતા અને માથું ટેકતા નજરે પડી રહ્યા છે. તસવીરો સાથે પીએમે
જણાવ્યું કે મનીલામાં ગુરુદ્વારા ખાલસા દીવાનમાં આવીને ધન્યતા અનુભવી રહ્યો છું.