• બુધવાર, 18 નવેમ્બર, 2026

ધર્મના આધારે આંકડા નહીં : ચૂંટણીપંચ

નવી દિલ્હી, તા.17: ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ જણાવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા ધર્મ અથવા જાતિના આધારે મતદાર યાદી તૈયાર થતી નથી અને ન તો આ પ્રકારના કોઈ આંકડા જાહેર કરે છે. રાજકીય વર્તુળોમાં મતદારોનાં નામ યાદીમાંથી કપાઈ જવાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વાત કહી હતી.  ઉત્તર પ્રદેશની સર પ્રક્રિયા બાદની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરતી વખતે સીઈઓને મુખ્યમંત્રી યોગીના એ દાવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મતદાર યાદીમાંથી 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ ગાયબ છે. તેના જવાબમાં સીઈઓ તરફથી સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. સાથે જ આ આંકડો ક્યાંથી આવ્યો હોઈ શકે તે અંગે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મતદાર યાદીમાં કોઈ પણ નાગરિકના ધર્મની વિગતો નોંધવામાં આવતી નથી. તેમણે જણાવ્યું કે કોઈ ચોક્કસ ધર્મ, જાતિ કે વિશેષ વિસ્તારને નિશાન બનાવીને મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં નથી અને ચૂંટણી પંચ દ્વારા ક્યારેય આવું કરવામાં આવતું નથી. તેમણે વધુમાં કહ્યું કે અહીં નામ કાપવાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો નથી, પરંતુ નામ ગાયબ હોવાની વાત કરવામાં આવી છે. જોકે, ચૂંટણી પંચ પાસે ધર્મના આધારે કોઈ આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચની મતદાર યાદી તેની વેબસાઇટ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. લોકો આ યાદી ડાઉનલોડ કરીને બજારમાં ઉપલબ્ધ વિવિધ થર્ડ પાર્ટી સોફ્ટવેરની મદદથી પોતાના સ્તરે તેનું વિશ્લેષણ કરી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd