• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

178 વેબસાઇટ પર સાયબર હુમલાથી ખળભળાટ

નવી દિલ્હી, તા.17: ઈન્ટરનેટની દુનિયામાં બેહદ ખતરનાક આને ભયાનક સાઈબર હુમલાની ચપેટમાં ઝૂમ, સીએનએન, બીબીસી, એચએસબીસી, સેલ્સફોર્સ અને આઈકિયા સહિતની 178 વિરાટ સંસ્થાઓની વેબસાઈટો આવી ગઈ છે અને હેકર્સનો ઈરાદો આમાંથી ડેટા-જાણકારીઓ તફડાવવાનો નહોતો! તેનાં નિશાને લોકોને આઈફોન, ક્રેડિટ કાર્ડ અને ક્રિપ્ટો વોલેટ હતાં. જેને પગલે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. સાઈબર હુમલાખોરોએ આ વેબસાઈટોનાં માધ્યમથી એવા મેલવેર ફેલાવ્યા હતાં જે ક્રિપ્ટો કરન્સી, પેમેન્ટ કાર્ડની જાણકારી અને બ્રાઉઝર કૂકીઝ ચોરી શકતા હતા. આટલું જ નહીં આઈફોન અને આઈપેડને નિશાન બનાવવા માટે બે આઈઓએસ એક્સપ્લોઈટ કિટનો ઉપયોગ પણ આમાં કરવામાં આવ્યો હતો. સાઈબર સુરક્ષા સંશોધક અનુસાર આ હુમલાને રિપોર્ટ યુઆરઆઈનાં શોધકર્તા સ્કોટ હેલ્મે શોધી કાઢ્યો હતો. સાઈબર સુરક્ષા કંપની હડસન રોકે પણ પ્રભાવિત વેબસાઈટ થકી મેલિશિયસ એટલે કે બદઈરાદાભર્યા કોડ પહોંચાડવામાં આવ્યાની જાણકારી આપી હતી. શરૂઆતી તપાસમાં હેકર્સ દ્વારા ક્રિપ્ટો વોલેટમાં આશરે 7040 ડોલરની રકમ પહોંચી હોવાની  જાણકારી મળી છે. અહેવાલ અનુસાર, હુમલાખોરોએ દરેક કંપનીની વેબસાઇટને અલગ-અલગ હેક કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તેના બદલે તેમણે વેબસાઇટ એક્સપેરિમેન્ટેશન પ્લેટફોર્મ `ઓપ્ટિમાઇઝલી વેબ'ના કેટલાક ગ્રાહકોના એકાઉન્ટમાં ફેરફાર કર્યા હતા. ઓપ્ટિમાઇઝલીનો ઉપયોગ વેબસાઇટ પર અલગ-અલગ ડિઝાઇન અને ફીચર્સનું પરીક્ષણ કરવા માટે થાય છે. આ પ્લેટફોર્મ દ્વારા જાવાક્રિપ્ટ કોડ વેબસાઇટ્સ સુધી પહોંચાડવામાં આવે છે. આ માલવેરને અનેક પ્રકારની સંવેદનશીલ માહિતી ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવેલો હતો. તે ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શન દરમિયાન અસલી વોલેટ એડ્રેસની જગ્યાએ હુમલાખોરોનું વોલેટ એડ્રેસ મૂકી શકે છે. આ ઉપરાંત, વેબસાઇટ પર પેમેન્ટ ફોર્મ ભરતી વખતે દાખલ કરવામાં આવતી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી પણ ચોરી શકે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત કંપનીઓની યાદીમાં સીએનએન, બીબીસી, ફોક્સ ન્યૂઝ, સેલ્સફોર્સ, ઝૂમ, ગિટલેબ, એચએસબીસી, એક્વિફેક્સ, આઈકિયા, એએચઓએસ, લેઝર, એર ફ્રાંસ-કેએલએમ, વોડાફોન, સ્ટારબક્સ અને પીકોક જેવી કંપનીઓ પણ સામેલ છે. આ ઉપરાંત એબીએન એમરો, પેચેક્સ, ફંડિંગ સર્કલ, બિટલી, હૂટશૂટ અને ટેબલૂ જેવી કંપનીઓ પણ નિશાન બની હોવાનું જાણવા મળે છે. જોકે, કોઈ કંપનીનું નામ અસરગ્રસ્ત વેબસાઇટ્સની યાદીમાં હોવાનો અર્થ એવો નથી કે તેની સમગ્ર આંતરિક સિસ્ટમ હેક થઈ ગઈ છે અથવા દરેક મુલાકાતીનો ડેટા ચોરી થયો છે. હાલમાં એ પણ સ્પષ્ટ નથી કે 178 સંસ્થાઓની વેબસાઇટ્સની મુલાકાત લેનારા કેટલા યુઝર્સ ખરેખર આ માલવેરનો ભોગ બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd