ભુજ, તા. 17 : કચ્છના
લોકનેતા,
ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ, કાયદો તથા ન્યાયતંત્ર
વિભાગના મંત્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની 51મી પુણ્યતિથિ નિમિત્તે
શ્રી પ્રેમજીભાઈ ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવતી સ્કોલરશીપ્ટસ આ વર્ષે બી.ટેક.
કોમ્પ્યુટર સાયન્સ ચોથા વર્ષમાં તથા બી.ઈ. ઈલેક્ટ્રીક - ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
તથા શંકરભાઈ સચદે પરિવાર તરફથી બી.ડી.એસ. ત્રીજા વર્ષમાં તથા બી.એ.એમ.એસ. બીજા વર્ષમાં
અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અરજી માટેના ફોર્મ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી
હિરેન એસ. સચદે - એડવોકેટ, `મીરાં' 36-સી/એ
ભાનુશાલી નગર, ભુજ પાસેથી તા. 25-11-2026 સુધી
મેળવી તા. 10-12-2026 સુધી
પરત કરવાના રહેશે. સ્કોલરશીપ્સ તા. 24-12-2026ના પ્રેમજીભાઈ ભવાનજી
ઠક્કરની 51મી
પુણ્યતિથિ યોજવામાં આવનાર સ્મરણાંજલિ સમારોહમાં એનાયત કરવામાં આવશે, તેવું ઉર્મિશ એસ. સચદેની યાદીમાં જણાવવામાં આવેલ છે.