નવી દિલ્હી, તા. 21 : નાણા મંત્રાલયે
28 સપ્ટેમ્બરથી પ્રસ્તાવિત ત્રણ
દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ પહેલા તૈયારીઓ અને ઈમર્જન્સી યોજનાઓની સમીક્ષા માટે
સાર્વજનિક ક્ષેત્રની બેંકો, ક્ષેત્રીય
ગ્રામીણ બેંક, ઈન્ડિયન બેંક એસોસિએશન અને અધિકારીઓની એક બેઠક
બોલાવી હતી. નાણા સેવા વિભાગના સચિવની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં હડતાલ દરમિયાન બેંકિંગ
કામકાજ ચાલુ રાખવા, ગ્રાહકો માટે જરૂરી સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત
કરવા સહિતના ઉપાયો ઉપર ચર્ચા થવાની સંભાવના હતી. હડતાલનું આહ્વાન યૂનાઈટેડ ફોરમ ઓફ
બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. યૂએફબીયૂ બેંક કર્મચારી અને અધિકારી યૂનિયનનું
સંયુક્ત સંગઠન છે. બેંકિંગ સપ્તાહ પાંચ દિવસનો
કરવા સહિતની માગને લઈને યૂએફબીયૂએ 11 સપ્ટેમ્બરે પણ બેંક હડતાલ કરી હતી. જેનાથી દેશના ઘણા હિસ્સામાં
બેંક સેવા પ્રભાવિત થઈ હતી.