• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

રૂસની ચૂંટણીમાં ફરી પુતિન પાવર

નવી દિલ્હી, તા. 21 : રશિયાની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સમર્થન આપનારી યુનાઈટેડ રશિયા પાર્ટીએ જીત મેળવી છે. શરૂઆતના જાહેર થયેલા આંકડા મુજબ 58 ટકા મતથી થોડા ઓછા મત મેળવીને 355 સીટ જીતી લીધી હતી જે હજુ સુધીની સૌથી વધુ છે. સ્ટેટ ડયૂમા રશિયન સંસદનું નીચલું ગ્રહ છે. જેમાં કુલ 450 બેઠક છે. આમાં 225 બેઠક પક્ષને મળેલા મતના આધારે જ્યારે બાકીની 225 બેઠક અલગ-અલગ વિસ્તારમાં સીધી ચૂંટણી કરીને નક્કી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુ. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા પછી આ પહેલી ચૂંટણી હતી જેમાં પુતિને યુક્રેનમાં લડી રહેલા રશિયાના સૈનિકોને સમર્થન સાથે જોડીને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. જો કે 2003થી આ પક્ષે નીચલા ગૃહમાં બહુમત જાળવી રાખ્યું છે. હાલમાં મળેલી વિગતો પરથી જાણવા મળ્યું હતું કે, આ વખતે 355 બેઠક મેળવીને બહુમતી પ્રાપ્ત કરી છે. ચૂંટણીપંચના જણાવ્યા મુજબ આ વખતે જે મતદાન થયું તે વર્ષ 2021ની સંસદીય ચૂંટણીની તુલનાએ પણ વધુ છે. બીજી તરફ `ન્યૂ પીપલ્સ' પાર્ટી જેણે પોતાને કારોબાર સમર્થક ગણાવી છે. તેને 7.94 ટકા મત મળ્યા હતા તેથી તેને પણ સંસદમાં સ્થાન મળે તેવી શકયતા છે, તો વામપંથી પક્ષ `એ જસ્ટ રશિયા'ને મોસ્કોના સમયાનુસાર સવારે 8 વાગ્યા સુધી 4.95 ટકા મત મળી ચૂક્યા હતા. જો કે, સંસદમાં પ્રવેશ માટે પાંચ ટકાની મર્યાદાથી નજીક હોવાના કારણે એ સ્પષ્ટ નહોતું થયું કે, તે ડયૂમામાં તેની જગ્યા મેળવી શકશે કે નહીં.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd