રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : યુપીઆઇ - યુનિફાઈડ પેમેન્ટ
ઇન્ટરફેસ ઉપર થતી ચૂકવણી ઉપર `ફી' લેવાની જાહેરાત થયા પછી કેન્દ્ર સરકાર - વડાપ્રધાન
મોદી ઉપર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પસ્તાળ પાડી છે. `મોદી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં દબાણ
સામે ઝૂક્યા છે, સાષ્ટાંગ દંડવત્ કરી રહ્યા
છે - અમેરિકાની શરણાગતિ સ્વીકારી છે...' આ `ફી'નો નિર્ણય એક મહિના પછી અમલમાં આવશે, પણ જાહેરાત થયા
પછી વ્યાપારીવર્ગ, પેટ્રોલ પંપ માલિકો વગેરેનો વિરોધ શરૂ થયો
છે. હકીકતમાં જે `ફી' વસૂલ થશે, તે લોકોના વિશાળ
વર્ગને લાગુ નહીં પડે એવી દલીલ નાણાંખાતાંની છે. આ ફી માત્ર પર્સન - ટુ - મર્ચન્ટ વહેવારો
પર જ લાગશે અને વ્યવહારદીઠ તેમાં મહત્તમ રૂા. 300ની ટોચમર્યાદા પણ રાખવામાં
આવી છે. વળી, એક વ્યક્તિ દ્વારા બીજી
વ્યક્તિને યુપીઆઇ દ્વારા થતી ચૂકવણી પર આ ફી નહીં લાગે અને કેન્દ્રનાં નાણાં મંત્રાલયે
જણાવ્યું છે કે બેન્ક્સને સૂચના આપવામાં આવી છે કે વેપારીઓ એટલે કે ઈ - કોમર્સ વેબસાઈટ્સ,
કરિયાણાની દુકાનો તથા અન્ય દુકાનદારો, જેઓ મહિને
એક લાખથી વધુ રકમ ગ્રાહકો પાસેથી યુપીઆઇ દ્વારા મેળવતા હોય, તેઓ
આ ચાર્જની રકમ ગ્રાહક પાસેથી ન વસૂલે. નાણાંખાતાંએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે
ટિકિટ, લાઈટ - પાણીનાં બિલ, વીમા પ્રીમિયમ
અને ઈંધણ તથા કૃષિખર્ચના વહેવારો તથા કરની ચૂકવણી પર મર્ચન્ટ પાસેથી ફ્લેટ પાંચ રૂપિયાની
મર્ચન્ટ ફી ચાર્જ કરવામાં આવશે. હા, અત્યાર સુધી ફ્રી હતું તેના
પર ફી આવી છે, પણ આ નિર્ણયને માત્ર આવી ટૂંકી દૃષ્ટિથી જોવાની
જરૂર નથી. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ શિખર પરિષદનું આયોજન કર્યું,
એમની સફળતા અને સિદ્ધિથી વિશ્વના દેશો અંજાઈ ગયા છે. પુતિન અને શી જિનપિંગની
હાજરી આંતરરાષ્ટ્રીય તખતા ઉપર બદલાતા સંબંધ અને સ્થિતિમાં વિશેષ ધ્યાન ખેંચે છે,
ત્યારે આ નવો વિવાદ જગાવીને મોદી તથા ભારતની પ્રતિષ્ઠા ઝાંખી પાડવાના
પ્રયાસ થઈ રહ્યા છે. ભારત સરકારે આ નિર્ણય પાછો ખેંચવાનો સાફ ઇન્કાર કર્યો છે,
છતાં કોઈ સુધારા થવાની શક્યતા નકારી શકાય નહીં. કોંગ્રેસ અને વિપક્ષી
નેતા ઉપરાંત આરએસએસની સંલગ્ન સંસ્થા સ્વદેશી જાગરણ મંચના નેતા અશ્વની મહાજને પણ વિરોધ
કર્યો છે : `યુપીઆઇ ચૂકવણી
ઉપર ફી નાખવામાં આવે તે કમનસીબ છે. ભારતની સિદ્ધિની નોંધ દુનિયાએ લીધી છે, ત્યારે તેનું મહત્ત્વ ઘટી જાય છે. ભારતને વધુ
સ્પર્ધાત્મક બનાવવાના પ્રયાસો ઉપર વિપરીત અસર પડશે.' મોદી સરકારે
`નોટબંધી'
જાહેર કરી, ત્યારે પણ વિરોધી નેતાઓએ ઉહાપોહ અને
ઉત્પાત મચાવ્યો હતો અને નોટબંધીથી કાળાં નાણાં ખતમ કરવામાં સફળતા મળી નથી એવી ટીકા
કરવામાં આવી હતી. હકીકતમાં પાકિસ્તાને અબજો રૂપિયાની ભારતીય બનાવટી ચલણી નોટો છાપી
હતી અને તે ભારતમાં ઘુસાડીને અર્થતંત્ર ખોરવી નાખવાનો પ્લાન હતો. નોટબંધીથી ભારતે પાકિસ્તાની
સપનાં - કાવતરાં ઉપર પાણી ફેરવી દીધું હતું, પણ વિરોધી નેતાઓએ
આ સફળતા - વિજયની નોંધ પણ લીધી નહીં ! નોટબંધી પછી મોદી સરકારે ભ્રષ્ટાચાર ડામવા માટે
લાભાર્થીઓનાં નાણાં બેન્કોમાં એમનાં ખાતાંમાં ડાયરેક્ટ જમા કરવાની શરૂઆત કરી. આ સાથે
જ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું, જેની સફળતા ઘણાંને આંખમાં
ખૂંચે છે, પણ આજે દેશભરમાં પાનવાળા અને શાકભાજીવાળાથી લઈને ઘણી
ખરીદી ડિજિટલ વ્યવસ્થામાં થાય છે. પરચૂરણની તંગીની બૂમાબૂમ - ફરિયાદ હવે સંભળાતી નથી.
જૂના જમાનામાં કરિયાણાની દુકાનોમાં પણ કહેવાતું હતું કે આજે રોકડા, કાલે ઉધાર ! હવે આ ડિજિટલ પેમેન્ટ નવી વ્યવસ્થા છે અને લોકપ્રિય બની છે,
ત્યારે તેને સ્વીકારવાની પરવા નથી, પણ બે હજાર
રૂપિયાથી વધુ ચૂકવણી કરવાની હોય તેના ઉપર `ફી' નાખવાનો પ્રસ્તાવ
છે, ત્યારે રાહુલ ગાંધી કહે છે આ રાષ્ટ્રવિરોધી પગલું છે ! સત્તાવાર
માહિતી મુજબ નાના દુકાનદાર - વ્યાપારીઓ અને ફેરિયાઓ દર મહિને ચછ કોડ વ્યવસ્થામાં એક
લાખ કમાય છે અને એમનાં બેન્ક ખાતાંમાં જમા કરાવે છે. આ રકમ ઉપર ખઉછ - મર્ચન્ટ ડિસ્કાઉન્ટ
રેટ લાગુ નહીં થાય. એમણે ચછ કોડ નવેસરથી રજિસ્ટર કરાવવાની પણ જરૂર નથી. ગયા ઓગસ્ટ મહિનામાં
યુપીઆઇ હેઠળ 2451 કરોડની ચૂકવણી
થઈ હતી. તેમાંથી 37 ટકા પર્સન
ટુ પર્સન અને 63 ટકા ગ્રાહકથી વ્યાપારીના હતા.
પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન 29.82 કરોડ રૂપિયાનાં
થયાં છે. MDR - મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ
- એક પ્રકારની ફી છે, જે વ્યાપારીઓએ
બેન્કો તથા સર્વિસ પ્રોવાઇડરોને ચૂકવવાની રહેશે. ગ્રાહક - વપરાશકાર બે હજાર રૂપિયા
સુધીની ખરીદ કરે તેના ઉપર કોઈ ફી નથી અને વધુ ચૂકવણી કરવાની હોય તો નિયંત્રિત ફી હશે.
રાહુલ ગાંધી કહે છે કે અમેરિકન કંપનીઓના લાભમાં આ નિર્ણય લેવાયો છે. વ્યાપારીવર્ગ કહે
છે આ `નવો ટેક્સ' નાખવામાં આવે છે અને તે વધતો રહેશે. આ તો શરૂઆત
છે ! વાસ્તવિકતા શું છે ? અત્યારે યુપીઆઇ વ્યવસ્થા ચલાવવાનો ખર્ચ
બેન્કો ભોગવે છે અને સર્વિસ પ્રોવાઇડર્સ પણ ભોગવે છે, દર વર્ષે
20 હજાર કરોડ જેટલો ખર્ચ આ સિસ્ટમ
જાળવી રાખવા માટે થાય છે, જેમાં ક્લાઉડ
સ્ટોરેજ, પેમેન્ટ એપનો ખર્ચ તથા કસ્ટમર સપોર્ટની સુવિધાઓનો સમાવેશ
થાય છે. સાયબર સિક્યોરિટીનો પણ ખર્ચ છે. હવે `ફી' મળ્યા પછી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વધુ વિકસિત થઈ શકશે. 2016માં યુપીઆઇ એમડીઆર સાથે શરૂ
કરાયું હતું અને 2020માં સરકારે
શૂન્ય એમડીઆર નીતિ અખત્યાર કરી હતી, જેથી ડિજિટલ વહેવારો સર્વસ્વીકાર્ય બને અને એવું જ થયું. હવે આ માળખાંને ટકાવી
રાખવા માટે આ નજીવી ફી અનિવાર્ય છે. વિરોધ એવો થઈ રહ્યો છે કે આ ફીનો માર ગરીબવર્ગને
સૌથી વધુ પડશે, પણ વાસ્તવિકતા એ છે કે 95 ટકા જેટલા યુપીઆઇ વહેવારો બે
હજાર રૂપિયાથી ઓછા મૂલ્યના હોય છે. આથી, આટલી મોટી સંખ્યામાં લોકોને આ સુવિધા મળતી રહે એ માટે ઉચ્ચ મૂલ્યના વહેવારો
પર આ ફી લાગુ કરાઈ હોય તો એનો સ્વીકાર થવો જોઈએ. સામા પક્ષે એવી દલીલ થાય છે કે જાહેર
જનતાનાં હિતમાં `િવનામૂલ્યે' વ્યવસ્થા જાળવી શકાય. આ યુપીઆઇ ભારતની શ્રેષ્ઠ
સફળતા છે અને વિશ્વમાં તેની નોંધ લેવામાં આવી છે તેથી જનતાને વિનામૂલ્યે લાભ આપવો ઘટે.
જો ફી - ટેક્સ નાખવામાં આવશે તો લોકો ફરીથી રોકડ વ્યવહાર તરફ વળશે. નોંધપાત્ર હકીકત
એ છે કે બે હજાર રૂપિયાથી વધુ ચૂકવણી કરનારાની ટકાવારી માત્ર ચાર છે. વર્ષ 2025 - 26 દરમિયાન $ 24 હજાર કરોડ
ટ્રાન્ઝેક્શનમાં 314 લાખ કરોડની
ચૂકવણી થઈ હતી. વ્યાપારીવર્ગ વિરોધ કરે છે અને બે હજાર રૂપિયાથી વધુ ચૂકવણી હોય તો
ફી - ટેક્સની રકમ ગ્રાહકો પાસેથી વસૂલ કરાશે. પેટ્રોલ પંપના માલિકો પણ કોઈ `કાર્ડ'
નહીં સ્વીકારે... હવે આ બાબતમાં સરકાર બાંધછોડ કરે છે કે નહીં તે જોવાનું
છે. રાહુલ ગાંધીએ ટેક્સ પાછો ખેંચી લેવાની માગણી કરી છે તેમાં રાજકારણ છે. મોદી સરકાર
પીછેહઠ કરે તો વિરોધીઓની આગેકૂચ ગણાય ! કોમન સિવિલ કોડનો વિરોધ વધી શકે. માર્ચ મહિનામાં
નાણાંખાતાંની સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી, તેમાં યુપીઆઇનો
વિષય એજેન્ડા ઉપર નહોતો છતાં એક સભ્ય - પ્રેમાચન્દ્રને (છજઙ) આ પ્રશ્ન ઉઠાવ્યો હતો
કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ઉપર `ટેક્સ' નાખવાનું
વિચારે છે તેની ચર્ચા થવી જોઈએ. આ સમિતિની બેઠકમાં ઠરાવ થયો કે યુપીઆઇની વ્યવસ્થા નાણાકીય
રીતે સદ્ધર થાય અને સરકારી તિજોરી ઉપર કાયમ ભારણ રહે નહીં તે માટે રેવન્યૂ મેળવવાનો
વિચાર કરવો જોઈએ. આ કમિટીમાં અન્ય સભ્યો ઉપરાંત પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ પણ
હાજર હતા, ત્યારે એમણે ઠરાવને સંમતિ આપી હતી ! રહ્યો પ્રશ્ન અમેરિકાનાં
દબાણનો : અમેરિકન પેમેન્ટ કંપનીઓ ઘણા વખતથી ભારત સરકારની મર્ચન્ટ ડિસ્કાઉન્ટ પોલિસીનો
વિરોધ કરતી હતી અને ભારતીય સ્પર્ધા સામે ટકી શકી નહીં. વિઝા તથા અન્ય `કાર્ડ'ના અનુભવ પછી એમનું દબાણ હતું. દરમિયાન બ્રિક્સની સફળતાથી છંછેડાયેલા ટ્રમ્પે
રશિયા પાસેથી તેલ ખરીદનારા ચીન અને ભારત ઉપર 100 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી
છે.