નવી દિલ્હી, તા. 20 : જાપાનમાં
રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમેનો ભવ્ય વિજયી પ્રારંભ થયો છે. પહેલી મેચમાં
પુરુષ હોકી ટીમે ઈન્ડોનેશિયા સામે 13-1થી એકતરફી વિજય નોંધાવ્યો હતો. બીજી તરફ મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને
19-0 ના જંગી અંતરથી કચડી નાખ્યું
હતું. ભારતીય પુરૂષ હોકી ટીમે ઈન્ડોનેશિયા સામે રમાયેલી પોતાની પ્રથમ મેચમાં 13-1થી એકતરફી વિજય નોંધાવ્યો હતો.
ભારત તરફથી દિલપ્રીત સિંહે સર્વાધિક 4 ગોલ ફટકાર્યા હતા. જ્યારે શિલાનંદ લાકરા અને સુખજીત સિંહે બબ્બે
ગોલ કર્યા હતા. આ ઉપરાંત અભિષેક, મનદીપ
સિંહ, હરમનપ્રીત સિંહ, જુગરાજ સિંહ અને
રાજીન્દર સિંહે એક-એક ગોલ નોંધાવીને ટીમના વિશાળ વિજયમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
મેન્સ ટીમની આગામી મેચ હવે મંગળવારે શ્રીલંકા સામે રમાશે, એશિયન
ગેમ્સમાં મહિલા હોકી ટીમે પણ અભિયાનનો વિજયી આરંભ કર્યો હતો. ભારતે ઉઝબેકિસ્તાનને 19-0 ના જંગી અંતરથી કચડી નાખ્યું
હતું. દીપિકા સેહરાવતે શાનદાર પ્રદર્શન કરી વિક્રમી 8 ગોલ ફટકાર્યા હતા. આ વખતે ભારતની મેન્સ
અને વિમેન્સ બંને ટીમો અત્યંત સંતુલિત અને મજબૂત દેખાઈ રહી છે અને બંને ગોલ્ડ મેડલની
પ્રબળ દાવેદાર મનાય છે.