ગાંધીધામ, તા. 21 : શહેરના યાદવનગર કાર્ગો વિસ્તારમાં
રામ ક્રિપાલ ચૌહાણ (ઉ.વ. 49) તંબાકુ બનાવતાં
બનાવતાં પાણીના ટાંકામાં પડી જતાં જીવ ખોયો હતો. બીજીબાજુ ભચાઉમાં અજાણ્યા વાહને હડફેટમાં
લેતાં લલ્લુભાઇ ચીમન નાયક (ઉ.વ. 50)નું મોત થયું
હતું. શહેરના કાર્ગો યાદવનગરમાં રહેનાર રામ ક્રિપાલ નામના આધેડે ગઇકાલે જીવ ખોયો હતો.
આ શ્રમિક આધેડ રાજુ મુક્તરના ખાલી પડેલા મકાનમાં ટાંકી ઉપર બેસીને તંબાકુ બનાવી રહ્યો
હતો દરમ્યાન, પોતાના શરીરનું સંતુલન
ગુમાવી દેતાં આ આધેડ પાણીના ટાંકામાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જતાં આ શ્રમિકે જીવ
ખોયો હતો. વધુ એક બનાવ ભચાઉમાં ગત તા. 18/9ના સમીસાંજે બન્યો હતો. અહીં રહેતા મૂળ પંચમહાલના લલ્લુભાઇ સાંજે
કસ્ટમ બ્રિજ પાસે બીડી લેવા ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે વાગડ વેલ્ફેર હોસ્પિટલની
બાજુમાં મોમાય આઇક્રીમ પાસે માર્ગ ઓળંગવા જતાં અજાણ્યા વાહને તેમને હડફેટમાં લીધા હતા
જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં આ આધેડે છેલ્લાશ્વાસ લીધા હતા. અકસ્માત નોતરી નાસી
જનાર વાહનચાલક સામે ગીતાબેન રમેશ કનુ કોળી (બારિયા)એ ગુનો નોંધાવ્યો હતો.