ભુજ, તા. 21 : મુંદરામાંથી 25 હજાર રૂપિયાના માદક પદાર્થ
ગાંજાના જથ્થા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી લીધો હતો. ગઈકાલે મુંદરા વિસ્તારમાં એસઓજીની
ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એલએન્ડટી વાડી, શુભમ પેટ્રોલ પંપ પાછળ માદક પદાર્થ ગાંજો વેચતા
બિતલ દશરથ મંડલ (રહે. મૂળ બિહાર હાલે, મુંદરા)ને માદક પદાર્થ
ગાંજો 500 ગ્રામ કિં.રૂા. 25,000 અને મોબાઈલ કિં.રૂા. 5000 તથા રોકડા રૂા. 600ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા
પોલીસમાં એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાવાયો હતો. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ એ.ડી.
પરમાર, પીએસઆઈ ડી.બી. વાઘેલા, એએસઆઈ ચેતનસિંહ જાડેજા, રજાક સોતા, એલ.આર. સ્વરૂપસિંહ જાડેજા, રવીન્દ્રભાઈ રાઠોડ,
ડ્રાઈવર-હે.કો. મહિપતસિંહ સોલંકી, કોન્સ. મિતેશ
રાજગોર જોડાયા હતા.