ભુજ, તા. 21 : શહેરના સંજોગનરમાં રહેતો 15 વર્ષીય સગીર ગુમ થતાં અપહરણની
ફરિયાદ દાખલ થઈ છે. આ અંગે સંજોગનગર, મુસ્તફાનગર ખાતે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા હારૂન ઈસ્માઈલ ખત્રીએ નોંધાવેલી
ફરિયાદ મુજબ તા. 20/9ના બપોરે
તેમના ઘરેથી તેમનો 15 વર્ષનો દીકરો
ફુરકાન ઘરે પોતાનો ફોન અને પર્સ તથા દુકાનની ચાવી રાખી કોઈને કંઈ કહ્યા વિના નીકળી
ગયો હતો. તેના મિત્રો તથા સગાસંબંધીઓ પાસે પૂછતાછ કરતાં તેની કોઈ ભાળ મળી ન હતી. આમ
બ્લેક નાઈટ પેન્ટ, ગ્રે ટી-શર્ટ
પહેરલો ઘઉંવર્ણનો ફુરકાન ગુમ થતાં કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ એ-ડિવિઝન
પોલીસે નોંધી છાનબીન આદરી છે.