• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં ભાદરવી તાપ પ્રખર બન્યો ભુજ 37.5

ભુજ, તા. 21 : કચ્છમાં ભાદરવી તાપ વધુ પ્રખર બન્યો હોય તેમ ઊંચકાયેલા મહત્તમ તાપમાન સાથે કચ્છી માડુઓ ભાદરવાના આકરા તાપથી આકુળ-વ્યાકુળ બન્યા હતા. 37.5 ડિગ્રી મહત્તમ તાપમાને ભુજ રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. નલિયામાં 36, કંડલા પોર્ટમાં 35.3 અને કંડલા (એ.)માં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાને લોકોએ અકળામણ અનુભવી હતી. રવિવારે જિલ્લામાં અનેક સ્થળે તોફાની વરસાદ પડયો હતો. આજે અંજાર તાલુકાના રતનાલ અને સાપેડામાં ઝાપટાંને બાદ કરતાં અન્યત્ર વરાપનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે મંગળવારે જિલ્લામાં કેટલાક સ્થળે પવન-ગાજવીજ સાથે હળવો વરસાદ વરસે તેવી આગાહી કરી છે. આગામી ત્રણેક દિવસમાં કચ્છમાંથી ચોમાસું વિદાય લે તે માટેના સાનુકૂળ પરિબળો સર્જાયાનું હવામાન વિભાગના બુલેટીનમાં જણાવાયું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd