• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

`સર' નિર્માતાઓને જ ફસાવે છે : ખડગે

નવી દિલ્હી, તા. 21 : `સર' પ્રક્રિયા હેઠળ ભાજપ નેતાઓને ચૂંટણીપંચ તરફથી નોટિસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ `મોદીરાજ' પર પ્રહાર કર્યા હતા. ખડગેએ કહ્યું હતું કે, `સર' માત્ર મતચોરી કે લોકતંત્રને ખતમ કરવાનો ઓજાર નથી, પરંતુ એક રાક્ષસ બની ગયું છે, જેણે હવે તેના જ લોકોને ફસાવી દીધા છે.  હકીકતમાં દિલ્હીમાં `સર' હેઠળ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, વિદેશમંત્રી જયશંકરને પણ નોટિસ અપાઈ હતી. ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર 33.13 લાખ મતદારોને ફોર્મમાં અપાયેલી જાણકારીમાં ગરબડનાં કારણે નોટિસ અપાઈ છે. ખડગેએ સત્તારૂઢ ભાજપના જ નેતાઓને કહ્યું હતું કે, `સર' હવે તેના નિર્માતા લોકોને જ ફસાવે છે. પીઢ નેતા અડવાણી, તેમનાં પુત્રી પ્રતિભા અને પત્ની ગીતિકાને પણ મતદારયાદીમાં નામ નહીં હોવાનાં કારણે ચૂંટણીપંચે નોટિસ આપી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd