• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ભાગવતના અમેરિકા પ્રવાસ પર વિવાદ, ભારતીય મેયર મામદાનીનો વિરોધ !

નવી દિલ્હી, તા. 26 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા વૈશ્વિક સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સંઘ પ્રમુખ મોહન ભાગવતની અમેરિકા યાત્રા શરૂ થઈ ગઈ છે. તેઓ 29 ઓગસ્ટના ન્યૂયોર્કના પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં  `યુનિવર્સલ વનનેસ' નામના કાર્યક્રમમાં અંદાજે 5,000 ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરવાના છે. જો કે, આ આયોજનને લઈને અમેરિકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક સિટીના પ્રથમ ભારતીય - અમેરિકન મેયર જોહરાન મામદાનીએ આ રેલી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. એક પત્રકાર પરિષદ દરમિયાન કાર્યક્રમ રદ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ પ્રકારની રેલીનું સમર્થન કરતા નથી, પરંતુ કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર સિટી તંત્ર પાસે છે કે કેમ તે અંગે તેઓ સ્પષ્ટ નથી.

Panchang

dd