• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ભારતની કૂટનીતિ પર પાકના મંત્રી અહસાન ઓળઘોળ

ઇસ્લામાદ, તા. 22 : ભારે અચરજ પમાડે તેવા ઘટનાક્રમમાં ભારતની કૂટનીતિની પ્રશંસા પાકિસ્તાને કરી છે. પાકના આયોજનમંત્રી અહસાન ઇકબાલે કહ્યું હતું કે, દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે ભારતની ભૂમિકા બેહદ મહત્ત્વની છે. ઇકબાલે ઇસ્લામાબાદને ચેતવણી આપતાં ભારતથી સતર્ક રહેવા જણાવ્યું હતું. દરમ્યાન સિંધુ જળસંધિ અટકતાં પાકિસ્તાનનાં પેટમાં ફાળ પડી ગઈ છે. પાક.ના આયોજનમંત્રી અહસાન ઈકબાલના કહેવા અનુસાર આ જળસંધિને રોકી રાખવાના ભારતના ફેંસલાએ ઈસ્લામાબાદ માટે અનેક નવા પડકારો ઊભા કરી દીધા છે. ભારત હવે પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરે તેવી સ્થિતિનો પાક.ને સામનો કરવો પડી શકે છે. કૃષિ પાકોને જરૂર હોય ત્યારે ભારત પાણી અટકાવે અને જરૂર ન હોય ત્યારે વહાવે તેવી સંભાવના નકારી શકાય નહીં. એશિસા સોસાયટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આ એક આંતરરાષ્ટ્રીય કરાર હોવાનાં કારણે તેમાં છેડછાડ થઈ શકે નહીં પણ આધુનિક ઈતિહાસમાં પાણીને પહેલીવાર હથિયાર બનાવવામાં આવ્યું છે અને પાકિસ્તાન હવે આ નવા ખતરાનો સામનો કરે છે.

Panchang

dd