• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

સીમાએ ચીનની ઘૂસણખોરી પર ભાજપ સાંસદે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 22 : વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની ઘૂસણખોરી મામલે સત્તારૂઢ ભાજપના જ સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી. અરુણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાવે જણાવ્યું હતું કે, ઘૂસણખોરી અંગે સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓની ચેતવણીઓની અવગણના થવી ન જોઈએ. કેસરિયા પક્ષના સાંસદે કહ્યું હતું કે, તેમણે 2019માં પણ ચીનની ઘૂસણખોરીનો મુદ્દો સંસદમાં ઊઠાવ્યો હતો, પરંતુ તેને ખાસ મહત્ત્વ અપાયું નહોતું. તાપિર ગાવે એ હદે કહી નાખ્યું હતું કે, આવી ચિંતાઓથી ભારતીય સેનાના જુસ્સાને અસર થઈ શકે છે.

Panchang

dd