નવી દિલ્હી, તા. 20 : અનશન ખતમ
કર્યું છે, તેવા અહેવાલો બાદ અચાનક
સોનમ વાંગચૂકે સોમવારે પોતાની ભૂખ હડતાળ જારી રાખવાનું એલાન કરી નાખ્યું હતું. આમ,
23મા દિવસેય તેમનો સંકલ્પ અતૂટ રહ્યો હતો.`સંસદ ચલો' કૂચ દરમ્યાન પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીથી દુ:ખી થઈને વાંગચૂકે કહ્યું હતું
કે, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના યુવા નેતાઓને સંસદમાં પ્રવેશ
અને સાંસદો સાથે મળવાની છૂટ નહીં અપાય, ત્યાં સુધી તેમના અનશન
જારી રહેશે. સામાજિક કાર્યકરે કહ્યું હતું કે, પોલીસની ઉશ્કેરણીજનક
કાર્યવાહી પછી પણ સીજેપીના પ્રદર્શનકારીઓએ જાળવી રાખેલી શાંતિથી પ્રભાવિત છું.