• મંગળવાર, 21 જુલાઈ, 2026

સીજેપીનો સંસદમાં ઘૂસવાનો પ્રયાસ વિફળ; લાઠીચાર્જ

નવી દિલ્હી, તા. 20 : નીટ પેપરલીક સહિત મુદ્દે કેન્દ્ર સરકાર સામે મેદાને પડેલી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ સોમવારે જંતરમંતરથી સંસદ સુધી રેલી કાઢી હતી. સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલેલાં પ્રદર્શન દરમ્યાન અનેક વખત પોલીસ અને પ્રદશર્નકારીઓ વચ્ચે ઘર્ષણ થયા હતા, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. સંસદ કૂચ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા સાથે વાતચીત કરી હતી. નડ્ડાએ કાર્યવાહી નહીં કરવાનું આશ્વાસન આપ્યું હતું.  સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ આજે અનશન તોડી નાખ્યું હતું. દીપકે ઉપરાંત છેલ્લા 22 દિવસથી ભૂખ હડતાળ કરી રહેલા ત્રણ છાત્રોએ પણ અનશન ખતમ કરી નાખ્યું હતું. પોલીસે સીજેપી કાર્યકરોને જંતરમંતર પરથી હટાવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટીના દેખાવકારોએ આરોપ મૂક્યો હતો કે, આંદોલનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કરવા સાથે અશ્રુવાયુના ગોળા છોડયા હતા. આ ઘર્ષણો દરમ્યાન પોલીસ જવાનો તેમજ દેખાવકારોને ઈજાઓ થઈ હતી. પોલીસે સાંજે પાંચ વાગ્યા સુધી સીજેપી આંદોલનના કેન્દ્રબિંદુ જંતરમંતરને ખાલી કરાવી નાખ્યું  હતું. જો કે, સંસદ સુધી સંઘર્ષ ભરેલી કૂચ સંસદ ભવનમાં પ્રવેશ વગર પૂરી થઈ ગયા પછી દેખાવકારો ફરી એકવાર જંતરમંતરમાં એકઠા થઈ ગયા હતા. સીજેપીના નેજા હેઠળ દેખાવકારો આજે સવારે 10 વાગ્યે બેરિકેડ તોડી, સંસદ તરફ જવા નીકળ્યા હતા, આંદોલનકારી જંતરમંતરથી સંસદ માર્ગ, જનપથ ચાર રસ્તા, વોર મેમોરિયલ, કર્તવ્યપથ, વિજયચોક થઈને સંસદની નજીક પહોંચ્યા હતા. દેખાવકારોએ સંસદમાં ઘૂસવાની કોશિશ કરી હતી, ત્યારબાદ મુખ્યદ્વાર બંધ કરીને સંસદની સુરક્ષા વધારી દેવાઈ હતી. પોલીસે કોકરોચ જનતા પાર્ટીના સમર્થક પ્રદર્શનકારીઓ પર અશ્રુવાયુ છોડયો હતો. મોડી સાંજે ઘર્ષણ વકરતાં પથ્થરમારો કરાયો હતો, જેમાં 50થી વધુ પોલીસ જવાન અને તેટલા જ દેખાવકારો ઘાયલ થયા હતા.

આરોગ્યમંત્રી નડ્ડા સમક્ષ સીજેપી દ્વારા ત્રણ માંગ

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રતિનિધિ મંડળે દેશના આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાતમાં ત્રણ માંગ મૂકી હતી.

*  સોનમ વાંચચૂકની તાત્કાલિક મુક્તિ

* શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું દે અથવા સરકાર તેમને હટાવે.

* જીવ ખોનાર 20થી વધુ નીટ છાત્રોના પરિવારોને 1-1 કરોડનું વળતર

Panchang

dd