• મંગળવાર, 16 જૂન, 2026

પેટ્રોલ, ડિઝલ, ગેસ સસ્તાં થશે !

નવી દિલ્હી, તા. 15 : પશ્ચિમ એશિયામાં તણાવનાં કારણે ઇંધણના વધતા ભાવ વચ્ચે સોમવાર સવારે એક રાહતના સમાચાર સામે આવ્યા હતા. જેનાં પરિણામે આગામી સમયમાં ડીઝલ-પેટ્રોલ અને એલપીજીની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. હકીકતમાં રવિવારે જ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.9 ટકા ઘટીને 84 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું જ્યારે યુએસ ક્રૂડ 4.8 ટકા ઘટીને 81 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું હતું. આ ઘટાડો ટ્રમ્પના એલાન બાદ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી પૂરી થઈ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે કોઈપણ ટોલ વિના ખોલી દેવામાં આવશે.  ટ્રમ્પે લખ્યું હતું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની સમજૂતી પૂરી થઈ છે. જેના મારફતે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ ટોલ વિના ખોલવાની પૂરી મંજૂરી આપે છે. સાથે જ અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો આદેશ આપી રહ્યા છે. હકીકતમાં હોર્મુઝ સ્ટ્રેટ ઓઇલ શિપમેન્ટ માટે મહત્ત્વનું છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ આ વ્યાપારિક સમુદ્રી રસ્તો બંધ થયો હતો અને ક્રૂડની કિંમત સતત વધવા લાગી હતી. જાણકારોએ એવી ચેતવણી અગાઉ જ આપી દીધી હતી કે જો અડચણ યથાવત્ રહેશે તો ક્રૂડની કિંમત 100 ડોલરથી  પણ વધી શકે છે.

Panchang

dd