• મંગળવાર, 16 જૂન, 2026

દેશમાંથી ચોમાસાંનાં વાદળો ગાયબ !

નવી દિલ્હી, તા. 15 : ભારતમાં નૈઋઍત્ય ચોમાસાંની ગતિ ધીમી પડી ગઇ છે. ઉપગ્રહ તસવીરોમાં સોમવારે દેશના મોટા ભાગના વિસ્તારો પરથી વરસાદ વરસાવી શકે તેવાં ચોમાસું વાદળ ગાયબ થઇ ગયાં હતાં. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું કે, ચારથી 15 જૂન વચ્ચે દેશમાં સામાન્ય 53.7 મિ.મી.ની સામે માત્ર 19.2 મિ.મી. વરસાદ થયો છે. મતલબ એ થયો કે, વરસાદનાં પ્રમાણમાં 64 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતથી માંડીને દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ સહિત 16 રાજ્યમાં જનજીવન વરસાદની રાહ જોઇ રહ્યું છે. ચોમાસું દક્ષિણ ભારતથી આગળ વધ્યા બાદ તેલંગાણા, આંધ્રપ્રદેશ પછી મહારાષ્ટ્રની આસપાસ થંભી ગયું છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પહોંચ્યા પછી વરસાદી મોસમ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અટકી ગઇ છે. મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનું ઓછું પ્રમાણ નથી, પરંતુ હવાની બદલાયેલી પેટર્ન છે. આ વખતે પશ્ચિમી જેટસ્ટ્રીમ સામાન્યથી વધુ દક્ષિણ તરફ ખસકી જતાં ચોમાસું આગળ વધારનારા પવનો પ્રભાવિત થઇ રહ્યા છે.

Panchang

dd