• મંગળવાર, 16 જૂન, 2026

ગાંધીધામ યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 15 : શહેરના ભારતનગર વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના મોહમદ અમજદ સિદિક લંગા (ઉ.વ. 38)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. શહેરના ભારતનગર નજીક જી.આઇ.ડી.સી. પ્લોટનંબર 16-17 શર્મા ઓટો ગેરેજની બાજુમાં રહેનાર મોહમદ લંગા નામના યુવાને ગઇકાલે સાંજે અંતિમ પગલું ભરી લીધું હતું. અહીં રહેનાર આ યુવાન પોતાના રૂમ ઉપર હતો દરમ્યાન તેણે લોખંડની ચેનલમાં પટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ મોતની સોડ તાણી લીધી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી કારણ જાણવા સહિતની આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd