• બુધવાર, 17 જૂન, 2026

કુરાકાઓ સામે જર્મનીએ 7 ગોલ દાગ્યા

ફિલાડેલ્ફિયા/હ્યૂસ્ટન, તા.1પ : ફૂટબોલ વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર અને ચાર વખતની પૂર્વ ચેમ્પિયન જર્મન ટીમે ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. ફક્ત દોઢ લાખની વસતીવાળા દેશ અને ફિફા વર્લ્ડ કપમાં પહેલીવાર ક્વોલીફાય થનાર કુરાકાઓ નામક દેશ વિરુદ્ધ જર્મનીનો 7-1 ગોલથી જોરદાર વિજય થયો હતો. જર્મની તરફથી વર્તમાન વિશ્વ કપનો સૌથી ઝડપી ગોલ મેચની છઠ્ઠી મિનિટે ફેલિક્સ નમેચાએ કર્યો હતો. જો કે 21મી મિનિટે લિવાનોએ કુરાકાઓ માટે બરાબરીનો ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. જો કે આ પછી જર્મન ટીમ તૂટી પડી હતી અને ઉપરાઉપર 6 ગોલ કરીને અંતમાં મેચ 7-1થી પોતાનાં નામે કર્યો હતો. ગ્રુપ ઇમાં જર્મન ટીમ 3 પોઇન્ટથી ટોચ પર છે. કુરાકાઓ દેશના ખેલાડીઓની રમતની જર્મન કોચે પ્રશંસા કરી હતી.

અંતિમ મિનિટે નેધરલેન્ડને વિજયથી વંચિત રાખતું જાપાન: મેચ 2-2થી ડ્રો

ફૂટબોલ પંડિતો આ વખતે નેધરલેન્ડ ટીમને હોટ ફેવરિટનો દરજ્જો આપી ચૂક્યા છે, પણ ડચ ટીમને પહેલી મેચમાં જ વિજયથી વંચિત રહેવું પડયું છે. દાઇમી કામાડાએ અંતિમ મિનિટોમાં ગોલ કરી જાપાનને હારમાંથી બચાવી લીધું હતું. જાપાન-નેધરલેન્ડનો મેચ 2-2 ગોલની બરાબરી પર છૂટયો હતો અને બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. નેધરલેન્ડ ટીમ તરફથી પહેલો ગોલ પ1મી મિનિટે થયો હતો. જાપાને પ7મી મિનિટે ગોલ કરી બરાબરી કરી હતી. 64મી મિનિટે નેધરલેન્ડ ટીમ બીજો ગોલ કરી 2-1થી આગળ થઈ હતી. મેચની 1 મિનિટ બાકી હતી ત્યારે જાપાને ગોલ કરી મેચ 2-2થી ડ્રો કર્યો હતો.

સ્વીડનનો ટયૂનિશિયા સામે પ-1થી જોરદાર વિજય

અમાદ ડિયાલોના 90મી મિનિટના ગોલથી આઇવરી કોસ્ટનો ઇક્વાડોર વિરુદ્ધ 1-0 ગોલથી વિજય થયો હતો જ્યારે અન્ય એક મેચમાં સ્વીડને ટયૂનીશિયાને પ-1 ગોલથી સજ્જડ હાર આપી હતી. હાફ ટાઇમ સુઘી સ્કોર 2-1 હતો. બીજા હાફમાં સ્વીડન ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરી ટયૂનીશિયાની રક્ષાહરોળ છિન્નભિન્ન કરી વધુ 3 ગોલ કરી અંતમાં પ-1થી જોરદાર જીત નોંધાવી હતી.

ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો સર્વાધિક ગોલનો રેકોર્ડ

નવી દિલ્હી, તા.1પ: ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં જર્મન ટીમ સૌથી વધુ ગોલ કરનારી ટીમ બની છે. ગઇકાલના મેચમાં જર્મનીનો કુરાકાઓ સામે 7-1 ગોલથી ધમાકેદાર વિજય થયો હતો. આ સાથે જર્મનીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો અને પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ બ્રાઝિલથી આગળ થઈ હતી.

ટીમ      ગોલ

જર્મની  239

બ્રાઝિલ 238

આર્જેન્ટિના       12

ફ્રાંસ      136

ઇટાલી  128

Panchang

dd