• મંગળવાર, 16 જૂન, 2026

મેઘપર (કું)માં વ્યાજે પૈસા આપી વધુની માંગ અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 15 : મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર એક મહિલાને આજે પૈસા આપી બાદમાં એક્ટિવા, લાલબુક પરત ન આપતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મેઘમાયા સોસાયટી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહી છુટક રસોડામાં કામ કરનાર સરોજબેન શનિ પ્રસાદે બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાને વર્ષ 2025માં જરૂરિયાત ઊભી થતાં એ જ વિસ્તારમાં રહેતા કાનજી દેવજી મહેશ્વરીનો સંપર્ક કર્યો હતો. આ શખ્સે વ્યાજે પૈસા આપવા કહી પણ કોઈ વસ્તુ ગીરો મુકવા જણાવ્યું હતું જેથી મહિલાએ એક્ટિવા નંબર જી.જે. 39 ડી 5370 તથા સસરાના મકાનની લાલબુક ગીરો મુકી હતી. આરોપી શખ્સે 60,000 માંથી 10 ટકા વ્યાજ કાપી બાકીની રકમ મહિલાને આપી હતી. મહિલાએ રોકડથી તથા ઓનલાઈન મળીને કુલ રૂા. 49,000 ભરી નાખ્યા હતા. બાદમાં તેમની પરિસ્થિતિ બરોબર ન હોવાથી તે પોઝતાના પિયર જતા રહ્યા હતા ત્યાંથી પરત આવી રૂા. 11,000 ભરવાનું કહી અને એક્ટિવા, લાલબુક પરત આપવાનું કહેતા આ શખ્સે હજુ રૂા. 96,000 ચુકવવાનું કહી ન ભરોતો વાહન, લાલબુક ભુલી જવાનું કહી ધાકધમકી કરી હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd