નવી
દિલ્હી,
તા. 15 : માંડમાંડ જીવતા સામાન્ય માણસ માટે મોંઘવારી
માથાંનો દુ:ખાવો બની રહી છે. માથાંના આ દુ:ખાવામાં વધુ વધારો થયો છે. મે મહિનામાં
મોંઘા થયેલાં ઈંધણ અને ઊર્જાનાં કારણે જથ્થાબંધ મોંઘવારી વધીને 9.68 ટકા
સાથે 43 મહિનાની
ટોચ પર પહોંચી ગઈ હતી. અગાઉ, એપ્રિલ
મહિનામાં 8.28 ટકા હતી. સપ્ટેમ્બર 2022માં
જથ્થાબંધ મોંઘવારી 10.70 ટકા પર પહોંચી ગઈ હતી. દેશના વાણિજ્ય મંત્રાલયે
સોમવારે આંકડા જારી કર્યા હતા. રોજિંદી જરૂરતની ચીજો, ઈંધણ, ઊર્જા, અનાજ, તેલના ભાવોમાં ભડકાનાં કારણે જથ્થાબંધ મોંઘવારી વધી છે. રોજિંદી જરૂરતની
વસ્તુઓની મોંઘવારી 3.78 ટકામાંથી વધીને 4.99 ટકા, ખાવા-પીવાની ચીજોની મોંઘવારી 3.11 ટકાથી વધીને 4.49 ટકા
થઈ ગઈ છે. ઈંધણ અને ઊર્જાનો મોંઘવારી દર 24.89 ટકામાંથી વધીને 30.33 ટકા
થઈ ગયો છે. ઉત્પાદન કરાતી વસ્તુઓની મોંઘવારી 6.68 ટકામાંથી વધીને 7.48 ટકા
થઈ ગઈ છે. કાચાં તેલ અને પ્રાકૃતિક ગેસની મોંઘવારી વધીને 61.51 ટકા
થઈ ગઈ છે. રસાયણ, રાસાયણિક ઉત્પાદનો, લોખંડ વગેરે મોંઘા થયાં છે. મે મહિનામાં છૂટક મોંઘવારી વધીને 3.93 ટકા
થઈ હતી. પાંચ મહિનામાં પહેલી વાર રિઝર્વ બેંકનાં મુકાતાં લક્ષ્ય નજીક ગઈ હતી.