ગાંધીધામ, તા. 15 : આદિપુરમાં સિંધુવર્ષા 4-એ
વિસ્તારમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 24,750 જપ્ત
કર્યા હતા. આદિપુરમાં સિંધુવર્ષા 4-એ વિસ્તારમાં મુરલી હોટેલ ચાર
રસ્તા પાસે દીવાલની ઓથમાં અમુક શખ્સો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંથી ગુરમુખદાસ વીરૂમલદાસ સતવાણી, રેહાન અનવર કકલ, પ્રવીણ કનુ રાણા, જયપ્રકાશ શિવપાલ જાટ તથા દિલીપકુમાર આનંદકુમાર શર્મા નામના શખ્સોને દબોચી
લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 24,750 મળ્યા
હતા,
પણ એકેય પાસેથી મોબાઇલ મળ્યા નહોતા.