ગાંધીધામ, તા. 15 : વરસાદની આગાહી હતી
અને ટેન્ડર પ્રક્રિયા થઈ ન હોવાથી તત્કાલીન ગાંધીધામ કોર્પોરેશનના કમિશનરે ગત વર્ષે
જે એજન્સીએ જે ભાવમાં નાળાઓની સફાઈ કરી હતી તેને તે જ ભાવમાં ટેન્ડર પ્રક્રિયા ન થાય
ત્યાં સુધી નાલા સફાઈની કામગીરી આપી હતી. એજન્સી અત્યાર સુધીમાં 23 હજાર મીટર એટલે કે 23 કિલોમીટરની નાળા સફાઈ પૂર્ણ કરી છે અને 90 ટકાથી વધુ કામગીરી થઈ ગઈ છે છતાં મહાનગરપાલિકા દ્વારા હવે ટેન્ડર ખોલવામાં
આવતા અનેક સવાલો ઉભા થયા છે. આંતરિક સૂત્રોનું માનીએ તો ગ્રામીણ અને શહેરી વિસ્તારના
90 ટકાથી વધુ 95 ટકાની
આસપાસ નાળાઓ સફાઈ થઈ ગઈ છે. તો પછી જે ટેન્ડર મંગાવ્યા છે તેને ખોલવાની જરૂરિયાત રહેતી
નથી. અને ટેન્ડર ખોલ્યા પછી તેને મંજૂર કરવાના બદલે રદ કરવા જોઈએ પણ આવું થયું નથી.
લગભગ 23 કિલોમીટર નાલાઓની સફાઈ પાછળ 75 લાખની આસપાસ
ખર્ચ પણ થઈ ચૂક્યો છે. પરંતુ સત્તાધારી આવ્યા અને માનીતી એજન્સીને કામ ન મળે તે જવાબદારોને
હજમ થતું નથી. એટલા માટે ટેન્ડર ખોલવામાં આવ્યા છે. જે માનીતી એજન્સી ક્વોલીફાઈ થતી
નથી તેને કામ ન મળી શકે તેમ છતાં તે એજન્સીને અનુભવ મળી રહે અને આગામી વર્ષમાં તેમને
જ કામ આપી શકાય તેવા હેતુથી જવાબદારોએ ટેન્ડર ખોલીને તેમને પણ કામગીરી આપવાનો નિર્ણય
લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે એજન્સીએ 95 ટકા વરસાદી નાલાઓની સફાઈ કરી નાખી છે અને હવે લગભગ પાંચ ટકાની આસપાસ કામગીરી
બાકી છે તો તે એજન્સી પાસેથી જ બાકી રહેતી કામગીરી પૂરી કરાવવી જોઈએ. હવે આખી ટેન્ડર
પ્રક્રિયા ઉપર સવાલો ઊભા થયા છે એટલે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. આ ટેન્ડર પ્રક્રિયામાં
કમિશનર સુધી પણ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલામાં ખરેખર તપાસ થવી
જોઈએ અને ગેરરીતી ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
એન્જિનિયરોની સહી
વાળા કાગળોની ખરાઈ જરૂર
વરસાદી નાળાઓની સફાઈ ની કામગીરીના ટેન્ડરો ખોલ્યા પછી
અમુક મામલાઓમાં જે એજન્સી ક્વોલિફાઇન થતી નથી તે એજન્સીને પણ કામ સોંપવામાં આવી રહ્યું
હોવાનું જાણવા મળે છે અને આ દસ્તાવેજી કરણમાં એન્જાનિયરોની સહીવાળા કાગળોની ખરાઈ કરવી
પણ જરૂરી છે.
એમ પેનલ વાઇઝ સિસ્ટમમાં
નાળા સફાઈ કામગીરી નાખી
ટેન્ડરમાં
જે એજન્સીના નીચા ભાવ આવ્યા હોય તે ભાવે બધી એજન્સીઓ એ કામ કરવાનું હોય છે તેને એમ
પેનલ સિસ્ટમ કહેવાય છે પરંતુ આ વખતે આ એમ પેનલમાં બદલાવ કરીને અલગ અલગ કામગીરીના
ભાવ મુજબ જે નીચા ભાવ આવ્યા હોય તે મુજબ બધાને કામગીરી કરવાની છે. આમાં જે એજન્સી
ક્વોલીફાઈ નથી થતી તે એજન્સીના નીચા ભાવ આવ્યા છે તે મુજબ કામગીરી કરાઈ હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. આ વખતે આ
સિસ્ટમમાં ગોટાળો ઉભો થયો હોવાના આક્ષેપો છે અને તપાસ કરવાની માંગ પણ ઊઠી છે.