• મંગળવાર, 16 જૂન, 2026

દીપ્તિ શર્માએ એકથી વધુ વિક્રમ પોતાના નામે કર્યા

એજબેસ્ટન, તા.1પ: મહિલા ટી-20 વિશ્વ કપનો ભારતે શાનદાર પ્રારંભ કર્યો છે. ભારતીય ટીમનો પહેલા મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 64 રને સરળ વિજય થયો હતો. આ મેચમાં અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 10 રનમાં પ વિકેટ ઝડપી એકથી વધુ રેકોર્ડ બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દીપ્તિનું આ પ્રદર્શન કોઇ પણ ભારતીય મહિલા બોલરમાં સર્વશ્રેષ્ઠ છે. આ પહેલા ઝલુન ગોસ્વામીએ 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 11 રનમાં પ વિકેટ લીધી હતી. આ ઉપરાંત મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં દીપ્તિ શર્મા વિશ્વની સૌથી સફળ બોલર બની ગઇ છે. ભારતીય ઓફ સ્પિનરના નામે હવે 166 વિકેટ છે અને ટોચ પર છે. દીપ્તિની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 34 વિકેટ થઇ છે. તેણી હવે ઝુલન ગોસ્વામીની 3પપ વિકેટના રેકોર્ડને તોડવાથી ફક્ત 2 વિકેટ દૂર છે.

મહિલા ટી-20માં સર્વાધિક વિકેટ

વિકેટ    બોલર  ટીમ

166      દીપ્તિ શર્મા      ભારત

16     થિપાચા પુથાવોંગ        થાઇલેન્ડ

160      હેનરીટ ઇહિમવે            રવાંડા

12     મેગન શૂટ        ઓસ્ટ્રેલિયા

148      હે કામચોમ્ફુ      થાઇલેન્ડ

Panchang

dd