નવી
દિલ્હી,
તા.1પ : ભારતીય તિરંદાજ ધીરજ બોમ્માદેવરાએ આર્ચરી
વર્લ્ડ કપમાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ધીરજે પહેલા
કુમુકમ મોહોડ સાથે રિકર્વ મિક્સ્ડ ડબલ્સની ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો
હતો. આ પછી પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક પોતાનાં નામે
કર્યો હતો. વિશ્વ ક્રમાંકમાં 18મા નંબરના ધીરજે ફાઇનલમાં દ. કોરિયાના સ્ટાર
તીરંદાજ અને પેરિસ ઓલિમ્પિકના કાંસ્ય ચંદ્રક વિજેતા ખેલાડી લી વૂ સિયોકને 7-3થી
હાર આપી અપસેટ કર્યો હતો. આર્ચરી વિશ્વ કપમાં એક જ દિવસમાં રીકર્વ વર્ગમાં બે
ગોલ્ડ મેડલ જીતીને ધીરજ બોમ્માદેવારાએ વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે.