• મંગળવાર, 16 જૂન, 2026

`લોકલ ટુ ગ્લોબલ' ગુજરાતનો નવો ઉદ્યોગમંત્ર

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા જાજરમાન કાર્યક્રમમાં નવી ગુજરાત ઔદ્યોગિકનીતિ-2026 જાહેર કરાઈ છે. આ નીતિમાં ઊડીને આંખે વળગે એવી અને સૌપ્રથમવાર કરાઈ હોય એવી જાહેરાત (1) ચૂઝ યોર ઇન્સેન્ટિવ- Choose Your Incentive સબસિડીનું લોકશાહી મોડેલ છે, જેમાં દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રોકાણકારોને લિબરલ અને ફ્લેક્સિબલ ઇકોસિસ્ટમ આપવા માટે આ યોજના શરૂ કરાઈ છે અને (2) પ્રોજેક્ટ T.H.R.I.V.E. (Targeted Habitat Relocation for Industrial Vitality and Environmental ease) એટલે કે, શહેરોમાંથી ઔધોગિક એકમોની ભીડને આજુબાજુના પેરીફેરીમાં મોકવાની યોજના અર્થાત શહેરોની ભીડ અને પ્રદૂષણ દૂર કરી જીવનની સરળતા વધારવા ઉદ્યોગોને પેરીફેરીમાં સ્થાનાંતરિત કરવાની યોજના (3) ગુજરાતને રિસર્ચ અને ઇનોવેશન (Rએન્ડD) નું કેન્દ્ર બનાવવા ઓછામાં ઓછા રૂા. 300 કરોડનાં રોકાણ સાથે શરૂ થનારા પ્રથમ 5 R-D સેન્ટર્સ માટે ખાસ જાહેરાત અને (4) મહિલા સાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ્સ માટે બૂસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર પાંચ વર્ષીય નવી ઔધિગિક અંતર્ગત ગુજરાતમાં કુલ 10 લાખ કરોડથી વધુનું નવું મૂડીરોકાણ આવશે, એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ જાહેરાત વખતે કહેવાયું હતું કે, ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 એ વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના મંત્રને આત્મસાત કરનારો વૈશ્વિક દસ્તાવેજ છે. ગિફ્ટસિટી, ધોલેરા જઈંછ, સેમિકંડક્ટર હબ અને ડેટા સેન્ટર્સનાં માધ્યમથી આ નીતિ આગામી પાંચ વર્ષમાં દેશના ઔદ્યોગિક ઇતિહાસમાં રોકાણ અને રોજગારનો સોનેરી અધ્યાય લખશે. તે આયાત પરની નિર્ભરતા ઘટાડી ભારતની નિકાસશક્તિને આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્વોચ્ચ સ્થાન અપાવશે. ગુજરાતને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુએસ ડોલરનું મહાઅર્થતંત્ર બનાવવાના નિર્ધાર સાથે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ગુજરાત ઔદ્યોગિકનીતિ - 2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ હાઈપ્રોફાઈલ લોન્ચિંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામ ગામિત સહિત ઉચ્ચ વહીવટી પાંખના વડાઓ જેવા કે મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, નાણાં સચિવ ટી. નટરાજન અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે પ્રેઝેન્ટેશનમાં કહેવાયું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતનો GDP 20 ગણો વધ્યો છે. વર્તમાનમાં રાજ્યનો જીડીપી આશરે USD 329.70 બિલિયન છે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 20 વર્ષ પહેલાં 6.2 ટકા હતો, જે આજે 8.2 ટકા થયો છે અને 2047 સુધીમાં તેને 10 ટકા કરવાનો મક્કમ લક્ષ્યાંક છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ગુજરાત 18 ટકા, રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકા અને દેશની કુલ નિકાસમાં 25 ટકાથી 33 ટકા સરેરાશ હિસ્સો ધરાવે છે. વર્ષ 2015-16માં માત્ર USD . બિલિયન ધરાવતું ગુજરાત, ડિસેમ્બર-2025 સુધીમાં ઞજઉ 60.6 બિલિયનનું સંચિત-ઈાuળીહફાશિંદય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષી ચૂક્યું છે. - ચૂઝ યોર ઇન્સેન્ટિવ-Choose Your Incentive સબસિડી મોડેલ : દેશના ઈતિહાસમાં પ્રથમ વખત રોકાણકારોને લિબરલ અને ફ્લેક્સિબલ ઇકોસિસ્ટમ આપવા માટે યોજના શરૂ કરાઈ છે, જેમાં, ઉદ્યોગો પોતાની નાણાકીય અનુકૂળતા મુજબ Component-1 (કેપિટલ સબસિડી), Component-2 (લોન પર ટકા વ્યાજ સબસિડી) અથવા Component-3 (પાવર ટેરિફ રિઇમ્બર્સમેન્ટ-કેટેગરી-અમાં રૂા. -યુનિટ અને કેટેગરી-ઈમાં રૂા. -યુનિટ)નું મનપસંદ સંયોજન જાતે નક્કી કરી શકશે. - પ્રોજેક્ટ T.H.RIVE- શહેરી ભીડ ઘટાડવાનું પાવરફુલ માધ્યમ : T.H.R.I.V.E. (Targeted Habitat Relocation for Industrial Vitality and Environmental ease) नो મુખ્ય હેતુ શહેરોની ભીડ અને પ્રદૂષણ દૂર કરી જીવનની સરળતા (Living Well) વધારવા ઉદ્યોગોને પેરીફેરીમાં સ્થાનાંતરિત કરવાનો છે. નવા યુનિટના લાભમુજબ, શિફ્ટ થનારા એકમો નવા ગણાશે અને પૂરેપૂરી સબસિડી સીલિંગ મેળવશે, જેમાં શ્રમિકોને વેતન ભથ્થું અપાશે. સ્થળાંતર કરનારા શ્રમિકોને મહિના સુધી દર મહિને રૂા. ૫૦૦૦ની સીધી વેતન સહાય મળશે. - R એન્ડ D ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા અર્લી બર્ડ ઈન્સેન્ટિવ્સ : ગુજરાતને રિસર્ચ અને ઈનોવેશનનું કેન્દ્ર બનાવવા ઓછામાં ઓછા રૂા. ૩૦૦ કરોડના રોકાણ સાથે શરૂ થનારા પ્રથમ પાંચ R એન્ડ D સેન્ટર્સ માટે અદ્ભુત જાહેરાત કરાઈ છે, જેમાં, CAPEX અને OPEX સપોર્ટને સામેલ કરાયા છે. જે મુજબ, મકાન, મશીનરી અને સાધુને માટે ૫૦ ટકા કેપિટલ સબસિડી ( વર્ષ સુધી વાર્ષિક મહત્તમ ૫૦ કરોડ સુધી) અપાશે. જમીન રિઇમ્બર્સમેન્ટ માટે GIDC, ધોલેરા, સરકારી જમીનના કિસ્સામાં ફાળવણી કિંમતના ૨૫ ટકા અથવા ખાનગી જમીનમાં જંત્રીદરના ૨૫ ટકાની ભરપાઈ કરાશે. - મહિલા સાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ્સ માટે બૂસ્ટર ડોઝ : નારીશક્તિનાં સશક્તિકરણ માટે ૧૦૦ ટકા મહિલાઓની માલિકીના માઈક્રો એકમોને વધારાની એક ટકા વ્યાજ સબસિડી મળશે. કારકિર્દી વિરામ-Career Break લેનારી મહિલાઓ માટે CED દ્વારા રિટર્ન ટુ ઈન્ડસ્ટ્રી એક્સિલરેટર ટ્રેઈનિંગ અપાશે. મહિલા માઈક્રો એકમોને વર્ષ સુધી વાર્ષિક રૂા. લાખ સુધી ૭૫ ટકા ભાડા સહાય મળશે. - ૨૧ જેટલા હાઇગ્રોથ થ્રસ્ટ સેક્ટર્સની ઓળખ જાહેર કરાઈ : નવી નીતિથી થનારા સંભવિત ઔદ્યોગિક વિસ્તરણનો લાભ લેવા માટે ૨૧ મુખ્ય ક્ષેત્ર નક્કી કરાયાં છે, જેમાં, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, મોબિલિટી, કેપિટલ ઈક્વિપમેન્ટ, ટેક્સટાઇલ્સ અને એપેરલ્સ, સસ્ટેનેબિલિટી, કેમિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, હેલ્થકેર, ક્રિટિકલ મિનરલ્સ પ્રોસેસિંગ, રિફાઇનિંગ-એક્સટ્રેક્શન, મેટલ્સ એન્ડ મિનરલ્સ, સિરેમિક્સ, સેમિકંડક્ટર ઉદ્યોગના એનસિલરી યુનિટ્સ, ન્યુક્લિયર પાવર ઈક્વિપમેન્ટ, વ્હીકલ સ્ક્રેપિંગ ફૅસિલિટીઝ, ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ રિસાઈલિંગ, ટેક્સટાઇલ વેસ્ટ રિસાઈક્લિંગ, શિપિંગ કન્ટેનર ઉત્પાદન અને હેવી અર્થ મૂવિંગ ઈક્વિપમેન્ટનો સમાવેશ કરાયો છે. - સંપૂર્ણ ઇન્સેન્ટિવ અને સીલિંગ માળખું : ઉદ્યોગો તાલુકા કેટેગરી (Category-A અને Category-B)ના આધારે કુલ પાત્ર સ્થિર મૂડી રોકાણ (eFCl) પર મુજબ સબસિડી પેકેજ પસંદ કરી શકાશે, જેમાં, () MSME સેક્ટર (૪૨ લાખથી વધુ એકમો) માઈક્રો એકમોને કેપિટલ સબસિડી એક વર્ષમાં મળશે, જ્યારે સ્મોલ અને મીડિયમને વર્ષમાં વહેંચાશે. - વિશેષ પ્રાથમિક ક્ષેત્રો માટે બમ્પર સ્કીમ : ડ્રોન, રોબોટિક્સ, રમકડાં, ફૂટવેર અને સ્પોર્ટ્સ ગૂડ્સ ઉદ્યાગો માટે લાભનો સમયગાળે MSME માટે વર્ષે, લાર્જ માટે વર્ષ, મેગા માટે ૧૦ વર્ષ અને અલ્ટ્રા મેગા માટે ૧૨ વર્ષ રહેશે. - ગ્રીન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક અને સર્ક્યુલર ઇકોનોમી માટે સહાય નીતિમાં પર્યાવરણની જાળવણી સાથે : સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વિશેષ એવી જોગવાઈઓ કરાઈ છે કે, વેસ્ટવોટર મેનેજમેન્ટ મુજબ, ૭૦ ટકા પાણી રિસાઈકલ કરતા સેન્ટ્રલ કે નવા CETP પ્રોજેક્ટ માટે ૭૫ કરોડ સુધી ૫૦ ટકા સહાય (અન્ય પ્રોજેક્ટસ સુધી ૪૦ સહાય). બોઈલર પ્રોજેક્ટની સ્થાપના માટે ૩૦ કરોડ સુધી ૪૦ ટકા સહાય અને ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી મુજબ ઉત્સર્જન ઘટાડવા માટે MSMEને કરોડ (૫૦ ટકા) અને લાર્જ-મેગા એકમોને કરોડ સુધી (૨૫ ટકા) સહાય અપાશે.

 

 

Panchang

dd