ગાંધીધામ / ભુજ, તા. 15 : પૂર્વ કચ્છ પોલીસે
ગાંધીધામ અને રાપરમાં જુગાર અંગેની કાર્યવાહી કરીને રૂા. 29,720 સાથે નવ ખેલીને ઝડપી પાડયા હતા જ્યારે પશ્ચિમ કચ્છ
પોલીસે મુંદરાના નાના કપાયામાંથી ચાર ખેલીને રોકડ રૂા. 12,100 સાથે પકડી કાર્યવાહી કરી હતી જ્યારે ભુજની ભાગોળેના
ધુનારાજા ડેમની પાળ પર પાસાં ફેંકતા આઠ ખેલીને પોલીસે ઝડપ્યા હતા. ગાંધીધામના ભારતનગર
નજીક મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાં ગત મોડીરાત્રે અમુક શખ્સો તુલસી કચરા વાઘેલા ઝૂંપડા
પાસે શેરીમાં જુગાર રમી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંથી તુલસી કચરા વાઘેલા, પરસોત્તમ લીલારામ જેઠવાણી,
ગોપાલ હરેશ સોલંકી, જીતુ મોતી ભીલને પકડી પાડયા
હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 18,800 જપ્ત કરાયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી મોબાઇલ કે
વાહનો ઝડપાયા નહોતા. બીજી કાર્યવાહી રાપરમાં માંડવી ચોકથી આગળ ભરવાડવાસની ખુલ્લી શેરીમાં
કરવામાં આવી હતી. અહીં પત્તા ટીંચતા જયસુખ બાબુ કોળી, ઓસમાણ ઇસ્માઇલભાઇ, ધર્મેશ કાંતિલાલ ઠક્કર, હમીર ભીખા ચાવડા તથા બાબુ ચાચરા રજપૂતને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સો
પાસેથી રોકડ રૂા. 10,920 જપ્ત કરવામાં આવ્યા
હતા. બીજીતરફ મુંદરા પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ગઇકાલે રાતે એલસીબીને બાતમી મળતાં
નાના કપાયામાં જીંદાલ કંપની પાછળ આવેલી કોલોની પાસે ગંજીપાના વડે જુગાર રમતા અમરેશ
વિરેન્દર પટેલ, દશરથકુમાર ફગુના
રાવત, કમલજીત દેવકુમાર યાદવ, પપ્પુકુમાર
રામવિલાસ દાસ (રહે. તમામ નાના કપાયા, મૂળ બિહાર અને મધ્યપ્રદેશ)ને
રોકડા રૂા. 12,100ના મુદ્દામાલ સાથે
મુંદરા પોલીસ મથકે જુગારધારા તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ભુજની
ભાગોળે હરિપર પાસે ધુનારાજા ડેમની પાળ ઉપર આજે સાંજે ધાણીપાસાનો જુગાર રમતા સાવન પુનાલાલ
ઢંઢોરિયા, હિતેન ઉર્ફે દાદુ નારાણ ખોખર,
વિજય કિશન ચંડાલિયા, કમલ સોહનલાલ ગારૂ,
વિજય રમેશભાઇ કાકડા, કલ્પેશ દિનેશભાઇ ડામોર,
રોહિત સંજયભાઇ રીલ અને સંદીપ રોશન ખાખા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા.
11,250ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની
કાર્યવાહી કરી હતી.