• મંગળવાર, 16 જૂન, 2026

પરીક્ષા પહેલાં નીટનું સર્વર ઠપ

નવી દિલ્હી, તા. 15 : નીટ યુજીની 21મી જૂને ફરી થનારી પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓમાં ફરી તાણ દેખાઇ રહી છે. પુન: પરીક્ષાથી પહેલાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નું સર્વર ઠપ થતાં છાત્રો પરેશાન છે. એનટીએ દ્વારા પરીક્ષાનાં એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર લાઇવ તો કરી દેવાયાં છે, પરંતુ ડાઉનલોડ કરતી વખતે છાત્રોને ભારે તકલીફ સહન કરવી પડી રહી છે. સર્વર ક્રેશ થવા જેવી સમસ્યાઓથી પહેલાં દેશનાં હજારો પરીક્ષાર્થીના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. જો કે, એનટીએ દ્વારા સ્પષ્ટતા કરાઇ છે કે, સર્વર પર વધુ પડતાં ભારણનાં કારણે યાંત્રિક મુશ્કેલી સર્જાઇ છે. આ તકલીફ દૂર કરવા માટે તેની ટીમો સતત કામ કરી રહી છે. ખરી સમસ્યા એ છાત્રોને છે, જે લોગિન કરવાની કોશિશ કરી  રહ્યા છે. એડમિટ કાર્ડ લાઇવ થયા બાદ અત્યાર સુધી લગભગ ચાર લાખ છાત્ર સફળતાપૂર્વક પોતાનાં પ્રવેશપત્રો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એનટીએની ટીમે એવી ધરપત આપી હતી કે, બહુ જ જલ્દી તમામ છાત્રો કોઇ જાતની પરેશાની વગર પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે, તેવું સુનિશ્ચિત કરાશે.

Panchang

dd