• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

અવકાશની દુનિયામાં ઇસરોએ `સ્પેડેક્સ'થી રચ્યો ઇતિહાસ

અમરાવતી, તા. 30 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)એ સોમવારે રાત્રે 10 વાગ્યે શ્રીહરિકોટાથી સ્પેડેક્સ મિશનથી બે ઉપગ્રહ છોડીને અવકાશની દુનિયામાં ઇતિહાસ રચ્યો હતો. સ્પેડેક્સ (સ્પેસ ડોકિંગ એક્સ્પેરિમેન્ટ)નો આ પ્રકારનો પ્રયોગ અવકાશમાં ભારતે પહેલીવાર કર્યો છે જે ચંદ્રયાન-4, પોતાનું સ્પેસ સ્ટેશન તેમજ ચંદ્ર પર ભારતીય અવકાશયાત્રી પગ મૂકે તેવા મહત્ત્વાકાંક્ષી મિશનોના સ્વપ્નો સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારતના અવકાશ મિશનમાં સીમાચિહ્નરૂપ સાબિત થનારી આજની સફળતાથી દેશ અમેરિકા, ચીન અને રશિયા જેવા ચુનંદા દેશોની હરોળમાં સ્થાન પામશે. આ પ્રયોગથી ભવિષ્યમાં ઇસરોને અલગ દિશામાં જઇ રહેલા ઉપગ્રહને પાછો કક્ષામાં લાવવાની ટેક્નિક મળી જશે તેવું ઇસરોના અધિકારીઓએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd