• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

`સુરક્ષા મોરચે ભારત ભાગ્યશાળી નથી'

ભોપાલ, તા. 30 : દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ધ્યાન ખેંચે તેવાં નિવેદનમાં કહ્યું હતું કે, સુરક્ષાના મોરચે ભારત વધારે ભાગ્યશાળી દેશ નથી. આપણે શાંત, ચિંતામુક્ત થઈને બેસી શકતા નથી. ભારત દેશના દુશ્મન બહાર તો છે જ. સાથોસાથ અંદર પણ છે. આપણે આવા શત્રુની ગતીવિધિઓ પર ચાંપતી નજર રાખવી જ પડે તેમ છે, તેવું સિંહે જણાવ્યું હતું. મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં સેનાના જવાનોને સંબોધતાં સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, આપણી સેના ઉત્તર અને પશ્ચિમી સીમાઓ પર સતત પડકારોનો સામનો કરી રહી છે. દેશના દુશ્મન સામે યોગ્ય સમય પર પ્રભાવી પગલાં લેવાં જ પડશે, તેવું સૈનિકોને સંબોધન કરતાં સિંહે જણાવ્યું હતું. મહુ છાવણીના પ્રવાસના બીજા દિવસે સંરક્ષણ પ્રધાને સુરક્ષાના મુદ્દે ભારત ભાગ્યશાળી નથી, તેવું કહીને કરેલી ટિપ્પણીમાં `અંદર પણ દુશ્મનો છે'  તેવા શબ્દો સાથે આંતરિક શત્રુઓ સામેય સાવચેત રહેવાનો નિર્દેશ જવાનોને કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચીન  સાથેની સીમા પર પણ લોહિયાળ સંઘર્ષો સુધી વકરેલા વિવાદ બાદ અત્યારે સહમતી સધાતાં શાંતિની આશા જાગી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd