નવી દિલ્હી, તા. 11 : સપ્તાહના અંતિમ કારોબારી દિવસ એટલે કે
શુક્રવારે અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો.
ટ્રેડિંગ દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો કમજોર થઈને 84 રૂપિયા પ્રતિ ડોલરના રેકોર્ડ
નિચલા સ્તરે પહોંચ્યો હતો. આ પહેલા ગુરુવારે રૂપિયો અમેરિકી ડોલરના મુકાબલે 83.98એ
બંધ આવ્યો હતો. 19 જુલાઈ 2022ના પહેલી વખત અમેરિકી ડોલર સામે રૂપિયાની કિંમત 80ના સ્તરને
પાર કરી ગઈ હતી. આ સમય બાદથી જ સતત રૂપિયો નબળો પડી રહ્યો છે. આ દરમિયાન છ પ્રમુખ મુદ્રાના
મુકાબલે અમેરિકી ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર સૂચકાંક 0.11 ટકાના ઘટાડા સાથે
102.87 ઉપર રહ્યો હતો.