• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતે 53 વર્ષે શોધી પાક સબમરીન

નવી દિલ્હી, તા. 22 : બંગલાદેશની લડાઈ દરમિયાન 3 ડિસેમ્બર 1971માં ભારતના વિશાખાપટ્ટનમ બંદર પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેનાથી બંદર ઉપરથી ઈમારતોના કાચ તુટી ગયા હતા.  શરૂઆતમાં લોકોને લાગ્યું હતું કે ભુંકપ છે. જો કે ભુકંપની પણ પાકિસ્તાની સબમરીન પીએનએસ ગાઝી હતી. જે વિશાખાપટ્ટનમ બંદરની અંદર સુરંગ મુકી રહી હતી. દરમિયાન સબમરીનમાં આંતરીક વિસ્ફોટ થયો હતો. આઈએનએસ રાજપૂત યુદ્ધ જહાજે ગાઝીને ડુબાડી હતી. સબમરીનમાં 93 પાકિસ્તાની સૈનિક સવાર હતા અને તમામના મૃત્યુ થયા હતા. હવે ભારતીય નૌકાદળના સબમર્સિબલ રેસ્કયુ વ્હીકલે વિશાખાપટ્ટમના પુર્વી તટ પાસેથી પાકિસ્તાની સબમરીનના કાટમાળને શોધી કાઢ્યો છે.  રેસ્કયુ યુનિટના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની સબમરીન ગાઝીને રેસ્કયુ વ્હીકલે વિશાખાપટ્ટનમ તટથી અમુક સમુદ્રી મીલની દુરીએ શોધી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang