ગાંધીધામ, તા. 10 : મહાનગરપાલિકા, દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને સિંધુ રિસેટલમેન્ટ
કોર્પોરેશન દ્વારા 12 ફેબ્રુઆરીએ
ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું છે. સંકુલની અલગ અલગ શાળાઓનાં બાળકો દ્વારા નાટક, નૃત્ય, કવિતાઓ રજૂ કરવામાં
આવશે. ત્રણેય સંસ્થા દ્વારા સવારે 9:30 વાગ્યે આદિપુરમાં ભાઈપ્રતાપ દિયલદાસની સમાધિ ખાતે તેમજ 10 વાગ્યે મહારાજ મદનાસિંહજી પ્રતિમા
ખાતે બંને મહાનુભવોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે આદિપુર પ્રભુદર્શન હોલની
બાજુમાં આવેલા સૌરભ બંગલો ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,
દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી,
એસઆરસી ચેરમેન સેવક લખવાની સહિતના આગેવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
શહેરના 78મા જન્મદિવસની ઉજવણીમાં નાગરિકોને સહભાગી
થવા અનુરોધ કરવામાં આવ્યો છે.