• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

બ્રિટનમાં સ્ટાર્મરની સરકાર ગબડશે?

નવી દિલ્હી, તા. 9 : એપસ્ટીન ફાઈલ્સનાં ખુલાસાઓમાં બ્રિટનમાં વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકાર ગમે ત્યારે ગબડે તેવી આશંકા છે. દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશને તેની પ્રથમ મુસ્લિમ મહિલા વડા પ્રધાન મળી શકે છે. જેમાં શબાના મહેમૂદનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. તેઓ હાલમાં બ્રિટિશ સરકારમાં ગૃહ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેમને લેબર પાર્ટીના સૌથી મોટા નેતા તરીકે બ્રિટનમાં સ્ટાર્મરની સરકાર જોવામાં આવી રહ્યા છે અને તેઓ વડાપ્રધાન બને તેવી સંભાવના જોવામાં આવે છે. આવી પરિસ્થિતિઓ ત્યારે સર્જાઈ રહી છે જ્યારે વિશ્વભરની સરકારો એપસ્ટીન ફાઇલ્સ વિવાદથી હચમચી ગઈ હોય. શબાના મહમૂદને કીર સ્ટાર્મરના સૌથી નજીકના લોકોમાં એક માનવામાં આવે છે. 45 વર્ષીય શબાના વ્યવસાયે વકીલ અને યુવા નેતા છે. તેમનો પરિવાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મીરપુરનો રહેવાસી છે. તેનો જન્મ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં થયો હતો. તેમના પિતાનું નામ અબ્દુલ્લા અને માતાનું નામ અમીના હતું. 2025 માં ગૃહ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમની સામે સૌથી મોટું કાર્ય બ્રિટનની સરહદ સુરક્ષા છે.  ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવનાર શબાના મહેમૂદને 2010માં પ્રથમ વખત સાંસદ બનવાની તક મળી હતી. તે યુકેમાં સંસદ સભ્ય બનનાર કેટલીક મુસ્લિમ મહિલાઓમાંની એક છે. જેમાં રોશન આરા અલી અને યાસ્મીન કુરેશીનાં નામ સામેલ છે. શબાના મહમૂદે એવા લોકોને પણ જોડયા છે જેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં લેબર પાર્ટીથી અલગ થઈ ગયા હતા. આનું કારણ એ છે કે લેબર પાર્ટીએ ગાઝામાં ઇઝરાયેલી હુમલાનો પક્ષ લીધો હતો, જ્યારે શબાના મહમૂદ ખુલ્લેઆમ ઇઝરાયેલનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વર્ગ છે, જે શબાના મહમૂદને પસંદ કરે છે અને તેમના અભિપ્રાયને કારણે લેબર પાર્ટી સાથે સંકળાયેલો છે. હકીકતમાં, એપસ્ટીન ફાઇલ્સ કેસમાં કીર સ્ટાર્મર વિશે અટકળો ચાલી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ખુરશી જોખમમાં છે. આવી સ્થિતિમાં શબાના મહેમૂદને સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે.

Panchang

dd