• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ગુજરાતમાં શ્વાનોનું પ્રથમ સ્મશાન

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : અત્યારે પાળતું શ્વાનો ઘરમાં કે બહાર દફનાવવમાં આવતા હતા પરંતુ હવે સરકારે પેટ ડોગ્સ માટે પણ વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે. આ મુક્તિધામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પાળેલા શ્વાનના માલિકો માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પાળેલા શ્વાનોની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં સીએનસીડી એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએઝ પાંપિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ.30 લાખના ખર્ચે સીએનજી ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ ઉપરાંત, શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન ક્રિમેટર મશીન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે. ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રુલ્સ-2023 રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજિસ્ટ્રેશન, બીમાર શ્વાનની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ સ્પોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મુકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની સુવિધા એએમસી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 8000થી 9000 તાપમાને દહન પ્રક્રિયા થાય છે.

Panchang

dd