• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

એપસ્ટીન ધડાકાની ધ્રુજારી યુરોપમાં

નવી દિલ્હી, તા. 9 : અમેરિકામાં જેફ્રી એપસ્ટીનના ગુપ્ત દસ્તાવેજો સામે આવતાં જ ભારત સહિત આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. અમેરિકી ન્યાય વિભાગે 30મી જાન્યુઆરીના લગભગ 30 લાખ પાનાંના દસ્તાવેજ જારી કર્યા બાદ 10 દેશમાં 15થી વધુ મોટા અધિકારીને રાજીનામાં આપી દેવાં પડયાં છે, તો 80થી વધુ શક્તિશાળી હસ્તીઓ પર તપાસ ચાલી રહી છે. એપસ્ટીન ફાઈલ્સની અસર  છેક યુરોપ સુધી થઈ છે. ફાઈલોમાં નેતા, રાજદૂત, અબજપતિ, શાહી પરિવારોનાં પણ નામ છે. એપસ્ટીન ધડાકા બાદ સૌથી વધુ ધ્રુજારી યુરોપમાં અનુભવાઈ છે. બ્રિટનમાં ત્રણ અધિકારીને પદ છોડવાં પડયાં છે. આ ફાઈલો અનેક દેશોની સરકારો માટે કૂટનીતિક અને રાજનીતિક શરમનું કારણ બની ગઈ છે. અનેક મામલાઓમાં સગીરાઓનાં યૌન શોષણ જેવા ગંભીર અપરાધોના આરોપ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનનાં પણ નામો છે. સ્વીડન, નોર્વે, તુર્કી, લાતવિયા, પોલેન્ડ સહિત દેશોમાં કાયદાકીય કાર્યવાહી, ભ્રષ્ટાચારો, અપરાધો વિરુદ્ધ તપાસો શરૂ થઈ ચૂકી છે.

Panchang

dd