• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

આદિપુરમાં કિશોરીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી શખ્સ ફરાર

ગાંધીધામ, તા. 18 : આદિપુરમાં ડી.એ.વી. સ્કૂલથી રાજવી ફાટકવાળા માર્ગ પર પગપાળા જતી એક કિશોરીના હાથમાંથી રૂા. 12,500ના મોબાઈલની ચીલઝડપ કરી બાઈકસવાર નાસી ગયો હતો. આદિપુરના સાધુવાસવાણી કુંજ-સંતકંવરનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી જાનકીબેન જનકબહાદુર નેપાળીની દીકરી રોશની ગઈકાલે રામબાગ હોસ્પિટલ ગઈ હતી, ત્યાંથી આ કિશોરી પરત ઘરે જઈ રહી હતી. દરમ્યાન ડી.એ.વી. સ્કૂલથી રાજવી ફાટકવાળા માર્ગ પર પહોંચતાં પાછળથી નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્પોર્ટસ જેવી બાઈક પર અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. આ શખ્સે કિશોરીના હાથમાંથી રૂા. 12,500નો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તીવ્રગતિએ નાસી ગયો હતો. 20-25 વર્ષના શખ્સે પીળા રંગનું ટી-શર્ટ તથા માથા પર કાળા રંગની ટોપી પહેરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd