27.87 લાખના
લાખો લિટરની પાણીચોરી બદલ પોલીસ કાર્યવાહી
ગાંધીધામ, તા. 18 : ભચાઉ
તાલુકાના સામખિયાળીથી ચિત્રોડ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની સમાંતર પસાર થતી મહત્ત્વપૂર્ણ
નર્મદા પાણીની લાઇનમાંથી ગેરકાયદે પાણીના જોડાણ મેળવી લાખો લિટર પાણીની ચોરી કરવા બદલ
બે ખાનગી કંપની સામે ગુનો નોંધાયો છે. રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇનોમાં
ગેરકાયદે જોડાણોના કારણે છેવાડાનાં ગામો સુધી પૂરતું પાણી ન પહોંચવાની ફરિયાદો ઊઠી
હતી,
જેના પગલે અધિકારીઓના આદેશ બાદ આર.બી. કન્સ્ટ્રક્શન કંપનીના કર્મીઓ તથા
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તા. 2-11ના પાઇપ
લાઇનની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમ્યાન પાણીચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું.
શિવલખા વિસ્તારમાં આવેલી કલ્યાણી કાસ્ટ ટેક કંપની દ્વારા 15 મી.મી.
વ્યાસનું જોડાણ મેળવી છેલ્લા ત્રણ મહિનામાં રૂા. 1,28,746ની પાણીની
ચોરી કરી હતી તથા લાકડિયા વિસ્તારમાં આવેલી અનાવીન વાયર એન્ડ એન્જિનીયરિંગ પ્રા. લિમિટેડ
કંપની દ્વારા 40 મી.મી.નું
અનધિકૃત જોડાણ મેળવી છેલ્લા નવ મહિનામાં રૂા. 26,59,094ની પાણીચોરી કરી હોવાનું
બહાર આવ્યું હતું. આ બંને કંપનીએ રૂા. 27,87,840ના પાણીની ચોરી કરી તથા
રૂા. 20,000નું
નુકસાન કર્યું હતું. કલ્પેશસિંહ જીલુભા પઢિયારે બનાવ અંગે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી.