• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

પૂર્વ કચ્છમાં એસ.એમ.સી.ની ટીમ અન્ય જગ્યાએ ક્યારે ત્રાટકશે ?

ગાંધીધામ, તા. 15 : ભીમાસર (ભુ.)માં એસએમસીએ સફળ કાર્યવાહી કરીને લાખોનો દારૂ પકડી પાડયો છે. ત્યારે પૂર્વ કચ્છમાં સામખિયાળી, ગાગોદર, લાકડિયા, ભચાઉ, ગાંધીધામ, અંજાર વગેરે જગ્યાએ પણ કડક કામગીરી કરાય તો લાખોનો દારૂ પકડાય તેમ હોવાનું સપાટી પર આવ્યું હતું. પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક તથા ગુનાશોધક શાખા કાર્યવાહી કરીને દારૂ પકડી પાડતી હોય છે. પરંતુ આ બદી ઉપર સદંતર અંકુશ આવતો નથી. જુદા-જુદા શહેરોમાં વિવિધ વિસ્તારોમાં દારૂનું આ નેટવર્ક સક્રિય જ રહે છે. છૂટક દરોડાની બદલે વેચાણના મૂળ સુધી પહોંચીને સપ્લાય ચેઈન અને સંકળાયેલ તત્ત્વો સામે અસરકારક કાર્યવાહી જરૂરી બની છે. બીજીબાજુ મધપુડામાંથી મળતા મધ અને બુટલેગરોને રાજકીય વગ મળતી હોવાની ચર્ચા છે. એસ.એમ.સી.એ ભીમસરમાં કાર્યવાહી કર્યા બાદ પૂર્વ કચ્છના અન્ય વિસ્તારોમાં ક્યારે કાર્યવાહી કરાશે તેવા પ્રશ્નો ઉછળીને બહાર આવ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd