• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

એસ.એમ.સી.ની કાર્યવાહી બાદ એલ.સી.બી. જાગી - કામગીરી કરી

ગાંધીધામ, તા. 15 : ભીમાસરમાં એસ.એમ.સી.ની સફળ કાર્યવાહી અને અધિકારીઓ, કર્મચારીઓની એકીસાથે બદલી બાદ પૂર્વ કચ્છ ગુનાશોધક શાખા સફાળી જાગી હતી અને સૂરજબારી નજીક એક કારમાંથી રૂા. 4,11,820ના દારૂ સાથે બે શખ્સોને પકડી પાડયા હતા. સૂરજબારી પુલિયા નજીક દોસ્તી હોટેલ પાસે પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તેવામાં માળિયા બાજુથી બાતમીવાળી ફોર્ચ્યુનર કાર નંબર જી.જે.-03-પીડી-9916 આવતાં તેને રોકાવાઈ હતી. આ કારમાં દારૂ મળી આવતાં રાજસ્થાનના વિકાસ ભવરલાલ બિશ્નોઈ તથા રમેશકુમાર સુખરામ વિશ્નોઈને પકડી લેવાયા હતા. આ શખ્સોને સાંચોરનો ઘેવરચંદ પુનમારામ બિશ્નોઈ ભારતમાલા  હાઈવે નજીક બાલાજી હોટેલ પાસે દારૂ આપી ગયો હતો અને સામખિયાળી ટોલપ્લાઝા પાસે પહોંચવાનું કહ્યું હતું. ત્યાં ક્રેટા કાર આવશે તેને દારૂ આપવાનો હતો. આ કારમાંથી પોલીસે 8પી.એમ.ની 750 મિ.લિ.ની 166 બોટલ, ગ્રીનલેબલની 264 બોટલ, ગ્રીન લેબલ 180 મિ.લિ.ના પ28 કવાર્ટરિયા, ગ્લોબલ ગ્રીનના 318 કવાર્ટરિયા, કિંગફિશર બિયરના 288 ટીન એમ કુલ રૂા. 4,11,820નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. એસ.એમ.સી.ની સફળ કાર્યવાહી અને અધિકારીઓ, કર્મચારીઓની બદલી બાદ ગુનાશોધક શાખા સફાળી જાગી હોવાનું અને કામગીરી કરી હોવાનો ગણગણાટ બેડામાં સાંભળવા મળ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd